- ડાંગને કોરોનામુક્ત બનાવવા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી
- કોરોના સામેની લડાઈમાં વેક્સિન અને ટેસ્ટિંગ અમોઘ શસ્ત્ર
- જિલ્લામાં વેક્સિનેશનના કાર્યક્રમને રિશિડ્યુલ કરી નવો કાર્યક્રમ જાહેર કર્યો
ડાંગઃ જિલ્લાને કોરોનામુક્ત કરવા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે જિલ્લાને કોરોનામુક્ત બનાવવા માટે વેક્સિન અને ટેસ્ટિંગ બંને અમોઘ શસ્ત્ર છે તેવું જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું. જિલ્લામાં વેક્સિનેશન માટેના કાર્યક્રમને રિશિડ્યુઅલ કરીને નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લામાં કલેકટરે વેક્સિનેશન માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું
જિલ્લામાં વેક્સિનેશન માટેના કાર્યક્રમને રિશિડ્યુલ કરીને નવો કાર્યક્રમ જાહેર કરાયો છે. જિલ્લામા 20 મેથી 31 મે 2021 સુધી આયોજિત વેક્સિનેશનની સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત રવિવારે ગલકુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયેલા કલેક્ટર પંડ્યાએ, વેક્સિનેશનના કાર્યક્રમનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે ગ્રામ્ય કર્મચારીઓ અને પદાધિકારીઓએ વ્યાપક જનજાગૃતિ કેળવવી પડશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃધોલેરા તાલુકાનું ગાંફ ગામ બન્યુ કોરોના મુક્ત ગામ