- ડાંગનાં ચિચીનાગાંવઠા ગામે આધેડ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ
- રિપોર્ટ પોઝિટિવ આવતાં ચિંતામાં ગળે ફાસો કરી આત્મહત્યા કરી
- આરોગ્ય વિભાગે હોમ ક્વોરેન્ટાઇનની સલાહ આપી હતી
ડાંગ: જિલ્લાના વઘઈ તાલુકાના ચીચીનાંગાવઠા ગામના ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ.વ. 63 વર્ષનો કોરોના પોઝિટિવ આવતા તેઓએ સવારે પોતાના ગામે ઘરથી થોડે જંગલ વિસ્તારના દુર ખેતરમાંના સાગના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ હતી.
આરોગ્યકર્મીઓ દ્વારા પોઝિટિવ દર્દીને હોમ ક્વોરેન્ટાઇનની સલાહ આપવામાં આવી હતી.
ચિચિનાગાવંઠા ગામે રહેતા ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે ઉ. વ. 63નો કોરોના સંક્રમિત થયા હતા. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવવામાં આવ્યું હતું. કોરોના સંક્રમિત થવાથી ગનશુભાઈ ભાવુભાઈ નિમ્બારે માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સવારના અરસામાં ઘરેથી નીકળી ગામમાં જંગલ વિસ્તારમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ ગામના કોઈકે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્રીત થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા