- ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો સક્રિય
- ખ્રિસ્તી આગેવાનો ભાજપમાં જોડાયા
- ડાંગ કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ
ડાંગ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ જિલ્લામાં તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરાજીયાની બેલડીએ કમર કસતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને ઐતિહાસિક જીત મળી હતી. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારની ભવ્ય જીત થતા ડાંગ કોંગ્રેસનાં મોટાભાગનાં કદાવર નેતાઓનું ભવિષ્ય અંધકારમય જણાતા તેઓએ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના હસ્તે ભગવો ધારણ કરી લીધો છે. જેના પગલે હાલ ડાંગમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની ગઈ છે.