ડાંગ: પ્રાપ્ત માહિતી અનુુસાાર, મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલા ટ્રક, જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં અચાનક બ્રેક ફેલ થઈ જતા બેકાબુ બની માર્ગની સાઈડનાં સંરક્ષણ દીવાલ સાથે અથડાયો હતો. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સાપુતારા ધાટમાર્ગમાં ટ્રકની બ્રેક ફેલ થતાં ગંભીર અકસ્માત - ડાંગ ન્યુઝ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં માલવાહક ટ્રકની બ્રેક ફેલ થઇ જતા ટ્રક સાઈડની દીવાલ સાથે અથડાયો હતો. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ડાંગ: સાપુતારા ધાટમાર્ગમાં માલવાહક ટ્રકની બ્રેક ફેલ થતાં ગંભીર અકસ્માત સર્જાયો
અકસ્માતમાં ટ્રકનાં બન્ને સાઈડનાં ટાયર નીચે બેસી ગયા હતા. જેથી જંગી નુકસાન થયુ હતુ.જ્યારે આ અકસ્માતનાં બનાવમાં સદનસીબે ચાલક અને ક્લીનરને કોઇ ઇજા પહોંચી હતી નહી.