ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે.જેથી ખેત પેદાશો મોંઘી થઇ છે. જેટલી ખેત પેદાશ મોંઘી થઇ છે તેટલું ખેડૂતોને સામે ભાવ મળી રહ્યા નથી. જે મુદા પર થોડાક દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત કિસાન કૉંગ્રેસનાં ચેરમેન પાલભાઇ આંબલિયા સહિતનાં અન્ય નેતાઓ દ્વારા ડુંગળી સહિત ખેતપેદાશો પી.એમ.કેર ફંડ કેરમાં જમા કરાવવાનો પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેનાં પગલે પોલીસે આગેવાનો પર વિવિધ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી.
ખેડૂત આગેવાનો ઉપર પોલીસે દમન કરતાં ડાંગના કોંગ્રેસ પ્રમુખ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું - dang Congress committe
વૈશ્વિક મહામારી કોરોનાનાં લોકડાઉનમાં રાજકોટના ખેડુત આગેવાનો પર પોલીસ દ્વારા દમન કરવામાં આવતા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
ડાંગ: રાજકોટના ખેડુત આગેવાનો પર પોલીસ દ્રારા દમન કરાતા, કોંંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુંં.
જેના પગલે શુક્રવારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ મોતીલાલ ચોધરીએ ખેડુત આગેવાનો પરનાં પોલીસ દમન સામે યોગ્ય પગલા ભરવાની માંગ સાથે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.