ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં માજી ધારાસભ્ય ડો.મંગળ ગાવિત વિના કોંગ્રેસી કાર્યકરોમાં હતાશા - ગુજરાત વિધાનસભા

ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીની યોજાનાર છે. ત્યારે સત્તાવાર રીતે પ્રચાર નહીં, પણ તેમ છતાં બન્ને પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા બુથ લેવલે બેઠકો ચાલુ કરી દેવામાં આવી છે. 173 ખાલી પડેલી વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ જોશના મુડમાં છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી ડૉ. મંગળભાઈ ગાવિત વિના હતાશામાં જણાઈ રહી છે.

Dang
ડાંગ જિલ્લામાં માજી ધારાસભ્ય ડો.મંગળ ગાવિત વિના કોંગ્રેસી કાર્યકરોમાં હતાશા

By

Published : Sep 14, 2020, 1:53 PM IST

ડાંગ: ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીની યોજાનાર છે. ત્યારે સત્તાવાર રીતે પ્રચાર નહીં, પણ તેમ છતાં બન્ને પાર્ટીઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બુથ લેવલે બેઠકો ચાલુ કરી દેવામાં આવી છે. 173 ખાલી પડેલી વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ જોશના મુડમાં છે. જ્યારે કોંગ્રેસના ડૉ.મંગળભાઈ વિના હતાશામાં જણાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. જેને લઈ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં મજબૂત પાર્ટી તરીકે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બુથ લેવલે બેઠકો ચાલુ કરી દેવામાં આવી છે. ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઠ રહ્યો છે. અહીં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય સિવાય અન્ય કોઈ પાર્ટીનો દાવેદાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે તે વાત નવાઈ પમાડે એવી પરિસ્થિતિ હતી. જેમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ પાર્ટી અહીં પોતાનો પગ પસારો કરવા મથામણ કરી રહી છે. જેને સફળતા પણ મળી રહી છે. ડાંગ જિલ્લા વિધાનસભાની સીટ માટે ઇતિહાસમાં પ્રથમ વખત એકવાર ભાજપની સીટ આવી હતી. જે બાદ ભાજપ અહીં મજબૂતાઈ પૂર્વક પોતાનો સિક્કો જમાડવા મથામણમાં હતું. પરંતુ ડાંગ ભાજપા નેતાઓના આંતરિક વિખવાદોને કારણે કોંગ્રેસને ફાયદો થતો આવ્યો છે.

2012 અને 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઓછાં મતે હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લાં બે ટર્મથી સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવનાર ડાંગ જિલ્લા કોંગ્રેસના માજી ધારાસભ્ય ડૉ.મંગળ ગાવીતે ગત રાજ્યસભાની ચૂંટણી ટાણે ખરીદફરોશ નીતિમાં પોતાનું રાજીનામું આપ્યું હોવાની ચર્ચા લોક મુખે ચર્ચાઈ રહી હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસના એકમાત્ર કદાવર અને ખમતીધર નેતા ડૉ.મંગળ ગાવિતે રાજીનામું આપવાનું કારણ વિકાસ અને પોતાની જ પાર્ટીઓનાં નેતાઓ વિશેનો આંતરિક વિખવાદ જણાવ્યો હતો. મંગળ ગાવિતના રાજીનામાં બાદ કોંગ્રેસી કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ સાથે જ લોકોએ તેમને દગાખોર ગણાવ્યાં હતાં.

ડાંગ જિલ્લાના માજી ધારાસભ્ય ડૉ.મંગળ ગાવિતના રાજીનામાં બાદ ડાંગ કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી જવા પામ્યો છે. કોંગ્રેસી કાર્યકરોમાં હતાશા જણાઈ રહી છે. ડાંગમાં કોંગ્રેસે વર્ષોથી મજબૂતાઈ પૂર્વક પોતાની લડત આપી છે. જેમાં કદાવર નેતા ડૉ.મંગળ ગાવિત છેલ્લાં 30 વર્ષથી કોંગ્રેસના પડખે રહી અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યાં છે. ચિચોડ ગામનાં સરપંચથી શરૂઆત કરી, તાલુકા અને જિલ્લા લેવલે પ્રમુખ તથા 8 વર્ષ ધારાસભ્ય તરીકે પોતાની સેવા આપી ચૂક્યાં છે. ડૉ.મંગળ ગાવિત અત્યાર સુધીના પ્રખર લોકચાહના ધરાવનાર નેતા રહ્યાં હતાં. આ સાથે નેતા તરીકેનો બહોળો અનુભવ તેમ છતાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાં બાદ તેઓ કોંગ્રેસ અથવા બીજેપી આમ એકપણ પાર્ટીના હવે કાર્યકર્તા રહ્યાં નથી. ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર તેઓ વિધાનસભાના સમીકરણો બદલાવી શકે છે. કારણ કે, કોરોના જેવી મહામારી વચ્ચે તેઓ ડાંગ જિલ્લાના ગરીબ લોકોની સેવામાં તંત્ર સાથે તાલમેલ કરી અનાજ વિતરણ તથા ગામ સેનિટાઈઝર કરવાની પ્રવૃત્તિ કરતા રહ્યાં હતાં.

ડાંગ જિલ્લામાં હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોશીલા અને લોકોનાં પ્રશ્નોને વાચા આપનાર કોઈ નેતા જણાઈ રહ્યાં નથી જેનો ફાયદો ભાજપને થઈ શકે છે. તેમ છતાં ભાજપ પાર્ટીના આંતરિક વિખવાદથી કોંગ્રેસ સહેલાઈથી બાજી મારી શકે છે. કોરોના મહામારી વચ્ચેની આ ચુંટણીમાં બન્ને પક્ષના દાવેદારોના નામોના આધારે ખરાખરીનો જંગ જામી શકે છે. કારણ કે, અહીં પાર્ટી સાથે નહિ પરંતુ વ્યક્તિ વિશેની દાવપેચમાં નેતાઓ વચ્ચેની દુશ્મનીના કારણે ગણિતમાં ફેરફારો થઈ શકે છે.

પેટા ચૂંટણી નજીક આવતી હોવાથી ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા બુથ લેવલે મીટિંગો ચાલુ થઈ ગઈ છે. અહીં બન્ને પક્ષના રાજયના મોટા નેતાઓ મુલાકાત પણ લઈ રહ્યાં છે. તેમ છતાં જોવાનું એ રહ્યું કે, જનતા કોનાં તરફ હશે. જ્યારે કોંગ્રેસના ગઠને ટકાવી રાખવા કોંગ્રેસ મજબૂત બનશે કે, કેમ તેવા પ્રશ્નો લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યાં છે. ડૉ.મંગળ વગર આ વખતે 173 ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી શું કોંગ્રેસ માટે અમંગળ રહેશે? આ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે, ડૉ.મંગળ વિના ગણ્યાગાંઠ્યા નેતાઓ કોંગ્રેસ પાસે રહ્યાં છે. જ્યારે કોંગ્રેસનો સૌથી વધુ મતવિસ્તાર ગણાતાં પૂર્વપટ્ટી વિસ્તારના લોકો હવે કેસરિયો ધારણ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details