- ડાંગ જિલ્લામાં 3,870 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો
- કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માસ્ક પહેરવું આવશ્યક છે
- ગુજરાતમાં સૌથી ઓછા કેસ ડાંગ જિલ્લામાં નોંધાયેલા છે
- કોરોના સંક્રમણને અટકાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી
ડાંગઃ જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસો ગુજરાતનાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં સૌથી ઓછા છે. કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવુ જરૂરી છે. સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક ન પહેરવા બદલ પ્રજાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 23,48,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. કોરોનાનાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ ફટકારવામાં આવતો હતો.
ડાંગ જિલ્લામાં 3,870 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ
ડાંગમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકો ઓછા
ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકે તે માટે ડાંગ કલેક્ટર એન. કે. ડામોર તથા એસ. પી. રવિરાજસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌથી ઓછાં કોરોનાના કેસ ડાંગ જિલ્લામાં નોંધાયેલા છે. તેમજ મૃત્યુનાં પણ નહિવત સમાન કેસો નોંધાયા છે. કોરોનાનાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ફરજીયાત માસ્કનાં આદેશ બાદ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતો હતો. ડાંગ જિલ્લામાં 3,870 લોકો પાસેથી 23.48 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગુજરાતનાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ડાંગમાં કોરોનાની સંખ્યા ઓછી છે. પરંતુ આદિવાસી બહુલક ધરાવતા જિલ્લામાં દંડની અસર લોકો પર પડી છે. હજાર રૂપિયાના દંડથી ડાંગની પ્રજા પર આર્થિક માર પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ કોરોનાને લઈ શાળા-કૉલેજો અંગે ચર્ચા કરાશે, લોકડાઉનને લઈ કોઈ નિર્ણય નહીં: CM રૂપાણી
ડાંગના લોકો મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે
ડાંગ જિલ્લાનાં મોટાભાગના લોકો મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. કોરોનાકાળથી રોજગારીની તકો ઘટી છે ત્યારે માસ્ક ન પહેરવાનાં દંડથી ડાંગની પ્રજાનાં ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. ડાંગની પ્રજા સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી બન્યું છે.