ડાંગ જિલ્લામાં 13140 ખાતેદારો પૈકી 3715 ખાતેદારોએ વરસાદથી થયેલા નુકસાન અંગે દરખાસ્ત કરી છે. ખેડૂતોને ખાતાદીઠ 6800 રૂપિયા પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. જેનો લાભ મેળવવા માટે ખેડૂતોને ગ્રામ પંચાયત ખાતે વિલેજ કમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર 31 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
નુકસાનીનું વળતર મેળવવા 3715 ખેડૂતોની દરખાસ્ત રજૂ કરવામાં આવી જિલ્લામાં ખેડૂતોએ કરેલી અરજી 28.27 ટકા છે. જેથી મહતમ ખેડૂતો આ પેકેજનો લાભ મેળવે એ દિશામાં ખેતીવાડી શાખા દ્રારા પ્રયાસો થઇ રહ્યા છે. અરજી કરવા માટે વરસાદથી થયેલા નુકસાન અંગે 8/અ ખાતા નંબર, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકની નકલ(IFSC કોડ સાથે) અને ખેડૂત ખાતેદારનો મોબાઇલ નંબર પણ જરૂરી છે.
ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ આઉટ મેળવી અને તેમાં ખેડૂત ખાતેદારે સાઇન કરીને આ તમામ કાગળો સહિત અરજી અને સંયુક્ત ખાતાના કિસ્સામાં તમામ ખાતેદારોની સાઇન સાથે વિલેજ કમ્પ્યુટર ઓપરેટરને જમા કરાવવાના રહેશે.
નુકસાનીનું વળતર મેળવવા 3715 ખેડૂતોની દરખાસ્ત રજૂ કરવામાં આવી આહવા તાલુકામાં કુલ 5386 ખેડૂત ખાતેદારો સામે 1582 અરજી કરવામાં આવી છે. જ્યારે વઘઇ તાલુકામાં કુલ 4172 ખેડૂત ખાતેદારો દ્વારા 1361 અરજી કરવામાં આવી છે. સુબિર તાલુકામાં 3582 ખેડૂત ખાતેદારોએ 772 અરજી કરી છે. આ ઉપરાંત કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો લાભ મેળવવા માટે હજૂ 10 દિવસ બાકી છે. જેથી મહતમ ખેડૂતો લાભ લઇ શકે તેવા પ્રયાસો થઇ રહ્યા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.