ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 16 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ, કુલ 294 કેસ નોંધાયા - corona case in dang

ડાંગના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર, જિલ્લામાં કુલ 294 કેસો નોંધાઇ ચૂક્યા છે. જે પૈકી 247 દર્દીઓને રજા અપવામાં આવી છે. જ્યારે આજની તારીખે 47કેસો એક્ટિવ નોંધાયા છે.

ડાંગ જિલ્લામાં 16 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ, કુલ 294 કેસ નોંધાયા
ડાંગ જિલ્લામાં 16 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ, કુલ 294 કેસ નોંધાયા

By

Published : Apr 15, 2021, 6:55 PM IST

  • ડાંગ જિલ્લામાં એક નવો કેસ નોંધાયો છે
  • જિલ્લામાં કોરોનાથી સાજા થયેલા 16 દર્દીઓ ડિસ્ચાર્જ
  • કુલ કેસ 294 જ્યારે એક્ટિવ કેસ 47
  • કોરોનાના કારણે 6 દર્દીઓના મોત નોંધાઈ ચૂક્યાં છે
  • 28 દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે

ડાંગઃજિલ્લામાંએક્ટિવ કેસો પૈકી 14 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 5 દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ)માં, અને 28 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. "કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 687 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે 7,453 વ્યક્તિઓના હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયા છે.

આ પણ વાંચોઃડાંગ જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં 73 કન્ટેનમેન્ટ ઝોન, 70 બફરઝોનમાં

જિલ્લામાં આજની તારીખે કુલ 73 કન્ટેનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 303 ઘરોને આવરી લઈ 1,315 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 70 બફર ઝોન (એક્ટિવ)માં 496 ઘરોને સાંકળી લઈ 2,067 લોકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 140 RT PCR અને 128 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 268 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 140 RT PCRના રિપોર્ટ પેન્ડિંગ છે.

ABOUT THE AUTHOR

...view details