ગુજરાત

gujarat

ડાંગના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાકના વાવેતરની સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

ડાંગઃ સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે તથા શેરડીના પાકનું વાવેતર વધારવા માટે રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકે તે હેતુ અર્થે રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બર 2019થી 30 નવેન્બર 2019 એમ કુલ ત્રણ માસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ હતું. ત્યારબાદ તારિખ 01/12 થી 31/12/2019 માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ હતું અને હવે 2 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2020થી એમ એકમાસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવાનું નક્કી કર્યું છે.

By

Published : Jan 6, 2020, 2:24 AM IST

Published : Jan 6, 2020, 2:24 AM IST

I khedut portal launched
આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

આ પોર્ટલના માધ્યમથી અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ મળવાપાત્ર સહાય સીધી પોતાના બેંક ખાતામાં મેળવી શકે છે.

આ માટેની ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે-સાથે ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે અને ખેડૂતે અરજી કરતી વખતે 7-12 અને 8-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંકની પાસબુકની વિગત વગેરે સાથે રાખવુ જરૂરી છે.

આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવી સહી અથવા અંગુઠો કરી જરૂરી કાગળો સાથે ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકાકક્ષાએ અથવા તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારીને પહોંચાડવાની રહેશે. જેથી જિલ્લાના ખેડૂત મિત્રોએ વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details