- કૃષિ વિજ્ઞાન કેદ્ર દ્વારા 2 દિવસીય ખેડૂત તાલીમનું આયોજન
- ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિની સમજણ ખેડૂતોને આપવામાં આવી
- ડાંગ જિલ્લાને રાજ્યમાં અગ્રીમ હરોળમાં લાવવાનો નિર્ધાર કરાયો
ડાંગ : કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જી.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બાગાયત તાલીમમાં હર્ષદ પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા સફેદ મુસળીની વૈજ્ઞાનિક ખેતી અને તેનું ઉચું આર્થિક પોષણ આપતા મુલ્ય વિશે સમજવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો : ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારને ખેતી ઉપચારમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત
કૃષિ વિજ્ઞાન કેદ્ર વઘઇ દ્વારા ખેતીની પદ્ધતિઓ વિશે ખેડૂતોને સમજણ આપવામાં આવી
કેન્દ્રના ડૉ. પ્રતિક જાવિયા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા ખેડૂતોને પાક ફેરબદલીનું મહત્વ વિશે સમજાવવામાં આવ્યુ હતુ. ડૉ. સાગર પટેલ વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા પશુ રહેઠાણની સ્વચ્છતા થકી ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન કરવાના વૈજ્ઞાનિક સૂચનો કરવામાં આવ્યા હતા.