ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતનું આહવામાં સન્માન કરાયું - murli gavit

ડાંગ: દંડકારણ્યની પાવનભૂમિમાં આવેલા તેજસ્વિની સંસ્કૃતિ ધામ વાસુર્ણા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડાંગ સહિત ગુજરાતને વિશ્વમાં નામના અપાવનારા ડાંગના પનોતા પુત્ર એવા આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 30, 2019, 5:29 AM IST

તાજેતરમાં જ દોહા (કતાર) ખાતે યોજાયેલી 29મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2019માં 10 હજાર મીટરમાં દેશ માટે કાંસ્ય પદક વિજેતા એવા મુરલી ગાવિતનું તેજસ્વિનિ સંસ્કૃતિ ધામના સ્થાપક એવા હેતલ સહિતના મહાનુભાવોએ વિશેષ સન્માન કરીને આવનાર સમયમાં મુરલી ગાવિત ડાંગ જિલ્લા સહિત ગુજરાત અને ભારત દેશને વધુ ગૌરવ અપાવે તે માટે શુભેચ્છા પાઠવી હતી.

આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતનું આહવામાં સન્માન કરાયું

સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક આહાર શૈલી, પ્રાકૃતિક વિચાર શૈલી અને પ્રાકૃતિક જીવન શૈલી સાથે પંચતત્વ આધારિત ચિકિત્સા પદ્ધતિ અને ધ્યાન યોગ શિબિરના પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમના અનુસંધાને આયોજિત એક કાર્યક્રમમાં પધારેલા મુરલી ગાવિતને હેતલ ઉપરાંત યશોદા દીદી, સુધા બા તથા વડિલોએ આશિર્વાદ સાથે સફળતા માટેની શુભકામના પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details