- ગિરિમથક સાપુતારા સહિતનાં ગામડાઓમાં 1 ઇંચ વરસાદ
- ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન
- ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માગ
ડાંગઃ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે થોડાક સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદ
ડાંગ જિલ્લામાં 5 દિવસથી વાતાવરણમાં પલટો આવતાં સાંજનાં સમયે ભારે વરસાદ વરસ્યો હતો. આજ રોજ મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં પાકને મોટા પાયે નુકસાન થયુ છે. ગિરિમથક સાપુતારા પથકનાં માલેગામ, શામગહાન, ગોટિયામાળ, ગુંદિયા, સોનુનીયા તથા મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા માળુંગા, બોડાંરમાળ, માનમોડી, કાંચનપાડા સહિતનાં ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો.