ગુજરાત

gujarat

ETV Bharat / state

Heavy Rains in Dang : અતિવૃષ્ટિના કારણે હાઈવે પર ફસાયા પ્રવાસીઓ ને પછી... - નેશનલ હાઈવે બંધ

ડાંગ જિલ્લામાં શામગહાન સાપુતારા નેશનલ હાઈવે ઘાટમાર્ગમાં (Heavy Rains in Dang) ભેખડો ધસી પડ્યો છે. જેને લઈને મહારાષ્ટ્રથી ગુજરાત જતી ST બસના પ્રવાસીઓને ફસાયા હતા. પ્રવાસીઓ માટે સાપુતારા ખાતે તમામ (Rain In Gujarat) પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી આપવામાં આવી હતી. પરંતુ નેશનલ હાઈવે તરફથી આગામી બે દિવસ માટે વાહનોને અવરજવર (Dang National Highway Off) બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.

Heavy Rains in Dang : અતિવૃષ્ટિના કારણે હાઈવે પર ફસાયા પ્રવાસીઓ ને પછી...
Heavy Rains in Dang : અતિવૃષ્ટિના કારણે હાઈવે પર ફસાયા પ્રવાસીઓ ને પછી...

By

Published : Jul 14, 2022, 10:53 AM IST

ડાંગ : ડાંગ જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે સાપુતારા (Gujarat Rain Update) હાઈવે ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડવાની ઘટના બની છે. તેને લઈને મહારાષ્ટ્રથી ગુજરાત જતી ST બસના 130 પ્રવાસીઓને (Heavy rains in Dangs) સાપુતારા ખાતે ફસાયા હતા. ફસાયેલા પ્રવાસીઓ માટે ભાજપના કાર્યકરોએ જમવાની, રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ વ્યવસ્થાને લઈને પ્રવાસીઓએ કામગીરીને બિરદાવી હતી.

અતિવૃષ્ટિના કારણે નેશનલ હાઈવે ઘાટમાર્ગ પર 130 પ્રવાસીઓ ફસાયા

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભેખડો - મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં અતિવૃષ્ટિ થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભેખડો ધસી પડવાની ઘટના સાથે પુલો પર પાણી ફરી વળ્યાં હતા. ST દ્વારા સાપુતારા ખાતે જ રોકાણ કરવાની ફરજ પડતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીના સુચના અનુસંધાને જે તે જિલ્લામાં અતિવૃષ્ટિના અટવાયેલા પ્રવાસીઓના સેવામાં દરેક (Rain In Gujarat) ભાજપના કાર્યકર્તાઓએ પહોંચી જરૂરી મદદ પહોંચાડવાની અપીલને ધ્યાને રાખી તેમને મદદ માટે ગુહાર લગાવી હતી.

આ પણ વાંચો :વરસાદે કરી નાખ્યું રમણભમણ, વાહનચાલકોએ પણ ટ્રાફિક જવાન સાથે કરી માથાકૂટ

વાહનની અવરજવર બંધ -છેલ્લા ત્રણ દિવસથી ભેખડ ધસી જવાના કારણે શામગહાન સાપુતારા નેશનલ હાઈવે ઘાટ રસ્તો ખુલ્લો થઈ ગયો છે, પરંતુ નેશનલ હાઈવે તરફથી આગામી બે દિવસ માટે વાહનની અવરજવર બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. રસ્તો ખુલી જતા સાપુતારામાં નાના મોટા કામ કરી રચી મેળવનાર લોકોમાં આનંદ છવાઈ ગયો છે. પરંતુ ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમા (Moonsoon Gujarat 2022) નોંધાયો સરેરાશ 27305 મીમી વરસાદને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયત હસ્તકના 27 માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં 45 ગામો પ્રભાવિત થયા છે. તો નાના મોટાકોજવે તેમજ પૂલ પરથી પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે.

આ પણ વાંચો :વરસાદના કારણે આ પ્રવાસન કેન્દ્ર રહેશે બંધ, વહીવટી તંત્રએ આપી સૂચના

કૂડો, કચરો, કાદવ, કિચડ -જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે મહાલ ખાતેની 'એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કુલ'ના કેમ્પસ અને બિલ્ડીંગમાં વરસાદી પાણી સાથે કૂડો, કચરો, કાદવ, કિચડ ભરાઈ જવા પામ્યા હતા. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આ શાળા વરસાદને લઈને અસરગ્રસ્ત થતા તાત્કાલિક આહવાથી પ્રાયોજના વહીવટદારની ટીમ અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને તેમની ટીમ મહાલ ખાતે આવી પહોંચી હતા. ત્યાં શાળાના પટાંગણ તેમજ બિલ્ડીંગમાં ભરાયેલા કૂડા, કચરા, કાદવ, કિચડને ઉલેચીને અહીંના નિવાસી છાત્રોને (Heavy rains in Dangs) સધિયારો પૂરો પાડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મહાલની એકલવ્ય સ્કૂલ ખાતે 300 જેટલા છાત્રો નિવાસની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details