ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ગિરિમથક સાપુતારામાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. જિલ્લાનું મુખ્ય મથક આહવા, પ્રવેશ દ્વારા વઘઇ અને સુબીર તાલુકાઓમાં આકાશમાં વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ ધોધમાર વરસાદ ચાલું થતાં જિલ્લાની નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. જ્યારે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના લીધે ઘોડાવહળ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યાં હતાં. વરસાદે રોદ્ર સ્વરુપ ધારણ કરતાં અંબિકા નદી ગાંડીતુર બની બન્ને કાંઠે વહેવા લાગી હતી. નાના ખાબોચિયા, કુવા - વહેળા પાણીથી છલકાઇ ગયા હતાં.
અંબિકા નદીમાં ઘોડાપુર, લોકો બન્યા સંપર્ક વિહોણા - heavy rain fall in dang
ડાંગઃ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. વરસાદી વાતાવરણને લઇને ઉનાળામાં નદી, નાળા, ચેકડેમો સિંચાઈની સુવિધાઓ માટેની સમસ્યાઓ દૂર થઈ જાય તેવો વરસાદ પડ્યો છે. હાલમાં વરસાદે ફરીવાર તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઠેરઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
અંબિકા નદીમાં ઘોડાપુર, લોકો બન્યા સંપર્ક વિહોણા
ગિરિમથક સાપુતારા સહિત ચીંચલી, પીપલદહાડ, શામગહાન, આહવા, વઘઇ, સુબિરના વિસ્તારોમાં વરસાદ ચાલું રહ્યો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર આહવામાં સૌથી વધુ ૧૦૩mm, અને વઘઇમાં ૭૮ mm વરસાદ નોંધાયો હતો, જ્યારે ગિરિમથક સાપુતારામાં ૬૪ mm અને સુબિરમાં ૪૯ mm વરસાદ નોંધાયો હતો.