ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન - dang news

ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા વાવાઝોડાની સાથે પૂરજોરમાં પવન ફૂંકાયો હતો. બાદમાં અમુક ગામડાઓમાં ઝપાટાભેર એકધારો વરસાદ તૂટી પડયો હતો. જ્યારે આ વરસાદના કારણે ખેડૂતોનો રડવાનો વારો આવ્યો છે. તેમનો પાક નિષ્ફળ થવાના કારણે તેમની સ્થિતી દયનિય બની ગઇ છે.

ડાંગ
ડાંગ

By

Published : May 14, 2020, 3:25 PM IST

ડાંગઃ જિલ્લામાં બુધવારે બપોરબાદ વાતાવરણમાં અચાનક પલટો આવી જતા વાવાઝોડાની સાથે પૂરવેગમાં પવન ફૂંકાયો હતો. બાદમાં અમુક ગામડાઓમાં ઝપાટાભેર એકધારો વરસાદ તૂટી પડ્યો હતો.

ગતરોજ ફૂંકાયેલા વાવાઝોડામાં પૂર્વપટ્ટી સહિત વઘઇ તાલુકાનાં નિંબારપાડા ગામે ધરોનાં પતરા ઉડતા મસમોટી નુકસાનીની વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં ગતરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે પુરવેગે પવન ફૂંકાયો હતો, જ્યારે નિલગગન આભ પણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. બુધવારે સાંજનાં અરસામાં ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારનાં શામગહાન, સુપદહાડ, માનમોડી, નિંબારપાડા, કાંચનપાડા, નડગચોંડ, જ્યારે પુર્વપટ્ટી વિસ્તારનાં ચિંચલી, નિમપાડા, કરાડીઆંબા સહિતનાં ગામડાઓમાં 10થી વધુ લોકોનાં ઘરોનાં છાપરા ઉડીને જમીનદોસ્ત થઈ જતા આદિવાસી પરિવારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

આ ફૂંકાયેલા વાવાઝોડામાં વઘઇ તાલુકાનાં નિંબારપાડા ગામે ભાસ્કરભાઇ અને કીશનભાઇનાં ઘરના પતરા ઉડીને દુર ફેકાઇ ગયા હતા. અહી કોઈ જાનહાની ન થતા જનજીવને હાશકારો અનુભવ્યો હતો. ગતરોજ પડેલા કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં ડુંગળી, આંબા સહિત અન્ય પાકોને પણ જંગી નુકસાન થતા માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details