આહ્વાઃ ડાંગ જિલ્લામાં બે દિવસ અગાઉ ફૂંકાયેલા વાવાઝોડામાં નિમપાડા પ્રાથમિક શાળાનાં પતરા ઉડીને જમીનદોસ્ત થયા હતા. જે બાબતે શાળાનાં મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટરને લેખિતમાં પત્ર લખી જાણ કરવામાં આવી છે. જોકે લોકડાઉનનાં કારણે શાળા બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.
ડાંગ: નિમપાડા ગામની પ્રાથમિક શાળાનાં પતરા જમીનદોસ્ત થતા ભારે નુકસાન - ડાંગ લેેટેસ્ટ ન્યૂઝ
ડાંગ જિલ્લામાં બે દિવસ અગાઉ ફૂંકાયેલા વાવાઝોડામાં નિમપાડા પ્રાથમિક શાળાનાં પતરા ઉડીને જમીનદોસ્ત થયા હતા. જે બાબતે શાળાનાં મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટરને લેખિતમાં પત્ર લખી જાણ કરવામાં આવી છે. જોકે લોકડાઉનનાં કારણે શાળા બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.
ડાંગ જિલ્લાનાં પુર્વપટ્ટી વિસ્તારમાં બે દિવસ અગાઉ તોફાની વાવાઝોડાની સાથે કમોસમી માવઠું થયું હતું. આ વિસ્તારમાં ફૂંકાયેલા તોફાની વાવાઝોડાનાં પગલે આહવા તાલુકામાં સમાવિષ્ટ નિમપાડા પ્રાથમીક શાળાનાં પતરા ઉડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. આ સાથે આ પ્રાથમિક શાળાની છતને પણ જંગી નુકસાન થયું હતું. આ સાથે જ શાળાનાં ઓરડામાં રહેલા ભૌતિક સુવિધાઓનાં સાધન સામગ્રીમાં પણ તૂટફૂટ થવાથી મોટું નુકસાન થયું હતું,
આ બાબતે શાળાનાં મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રોજેકટ કો- ઓર્ડીનેટરને લેખિતમાં પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. લોકડાઉનનાં કારણે શાળા બંધ હોય અને શાળાની આજુબાજુ કોઇ ધર પણ ન હોવાનાં કારણે અહીં મોટી જાનહાનિ ટળી હતી.