ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણીજન્ય રોગને અટકાવવા તંત્ર એક્શનમાં, ઘરે ઘરે જઈને કર્યું આ કામ - પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન અને ટેસ્ટિંગ

ડાંગ જિલ્લામાં પાણીજન્ય રોગ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં (Health department alert against water borne disease) આવ્યું છે. આરોગ્ય વિભાગ અત્યારે ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી (Dang Health Department surveillance operations) કરી રહી છે. સાથે જ લોકોને ગોળીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પાણીજન્ય રોગને અટકાવવા તંત્ર એક્શનમાં, ઘરે ઘરે જઈને કર્યું આ કામ
પાણીજન્ય રોગને અટકાવવા તંત્ર એક્શનમાં, ઘરે ઘરે જઈને કર્યું આ કામ

By

Published : Jul 23, 2022, 3:29 PM IST

ડાંગઃ અત્યારે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગ ન ફેલાય (Health department alert against water borne disease) તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી (Dang Health Department surveillance operations) શરૂ કરી છે. આરોગ્ય વિભાગ જિલ્લાના તમામે તમામ 311 ગામમાં ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરી (Dang Health Department in action) રહી છે. સાથે જ પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન અને ટેસ્ટિંગ કરવાની (Chlorination and testing of water sources) સાથે સાથે પોટ ક્લોરિનેશન માટે ઘરે ઘરે ક્લોરિનેશનની ગોળીનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ

રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ - જિલ્લામાં ઠેરઠેર નવા પાણીની આવક થઈ છે. ત્યારે વાહકજનક અને પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ હાથ ધર્યું છે. જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામિતે જણાવ્યું હતું કે, 11થી 20 જુલાઈ દરમિયાન જિલ્લાના તમામે તમામ 311 ગામોમાં હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામા આવી હતી.

ગોળીનું કરાયું વિતરણ

આરોગ્ય વિભાગની 71 ટીમ તહેનાત -તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ માટે આરોગ્ય વિભાગની કુલ 71 ટીમો તહેનાત કરવામાં આવી હતી. સાથે જ ગ્રામીણ આરોગ્યકર્મીઓને કામે લગાવવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન 1,296 તાવ અને ઝાડાના દર્દીઓ શોધી તેમને તાત્કાલિક સારવાર આપી વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્ક્ષાએ રિફર કરાયા હતા.

આ પણ વાંચો-રોગચાળો વકર્યોઃ પાણી જન્ય રોગના ભરડામાં આવ્યા લોકો, એક યુવતીનો લેવાયો ભોગ

ગોળીનું કરાયું વિતરણ -અહીં આરોગ્યકર્મીઓ દ્વારા આ અભિયાન દરમિયાન 843 જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનો પણ શોધી કઢાયા હતા. તેમાં 'એબેટ' નાખી તેનો નિકાલ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત મોટા ખાડા, જળાશયોમા ગપ્પી માછલી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના તમામ ગામોમા પીવાના પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન અને ટેસ્ટિંગ કરવા સાથે સાથે પોટ ક્લોરિનેશન માટે ઘરે ઘરે ક્લોરિનેશનની ગોળીનું વિતરણ પણ કરાયું હતું.

આ પણ વાંચો-Monkeypox: ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, કેસ આવશે તો દર્દી માટે અલગ વ્યવસ્થા થશે

લોકોને કરાયા જાગૃત - આ ઉપરાંત રોગચાળા અટકાયતી અને તકેદારીના પગલારૂપે (Health department alert against water borne disease) સ્થાનિક સામાજિક આગેવાનો પદાધિકારીઓ વગેરેના સહયોગથી વ્યાપક લોકજાગૃત કેળવવામાં આવી હતી. જાહેર આરોગ્યની જાળવણી માટેની આ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરીંગ જિલ્લાના તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચાધિકારી માટે દ્વારા કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details