છેલ્લા અઠવાડિયાથી રાજ્યભરમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે હાલ દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી સહન કરી રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. ડાંગ જિલ્લામાં માત્ર વરસાદી છાંટા પડ્યા હતા. ખેતી લાયક વરસાદ ન વરસતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ભય હતો.
ડાંગમાં વરસાદની ધમાકેદાર બેંટિગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - rain
ડાંગ: જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં ધરતીપુત્રોમાં ખુશની માહોલ છવાયો છે. ડાંગ જિલ્લો એ ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે. પરંતુ ચાલું વર્ષમાં વરસાદે વિલંબ લેતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા. પહાડી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોય છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
![ડાંગમાં વરસાદની ધમાકેદાર બેંટિગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3945060-thumbnail-3x2-rain.jpg)
havey rain in dang
ડાંગમાં વરસાદની ધમાકેદાર બેંટિગ
ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ડાંગરની ખેતી કરતાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઇને બેઠા હતા. ડાંગ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ પડતા નદીનાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.
વરસાદના લાંબા વિરામબાદ ખેતીલાયક વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે. આ સાથે જ ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા હતા.