ગુજરાત

gujarat

ETV Bharat / state

20 વર્ષ પહેલા ખેડૂતે કર્યુ હતુ સ્ટ્રોબેરીનું ઉત્પાદન, હવે તે બની ડાંગની ઓળખ... - સ્ટ્રોબેરીની ખેતી

ડાંગની સ્ટ્રોબેરી મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં થતી સ્ટ્રોબેરી કરતા પણ ઊંચી ગુણવત્તા ધરાવતી ગણાય છે. બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા ડાંગના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરીને વધુ આવક મેળવતા થયા છે. વર્ષો પહેલા મજૂર કામ તરીકે મહારાષ્ટ્રના ખેતરોમાં કામ કરનાર એક ખેડૂતે ડાંગમાં સૌપ્રથમ 20 વર્ષ પહેલા સ્ટ્રોબેરીની ખેતી કરવાની શરૂઆત કરી હતી. નાની દબાસ ગામના ખેડૂત મોતીરામ ભાઇને બેસ્ટ ખેડૂત તરીકે મુખ્ય પ્રધાનના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે.

ડાંગમાં સ્ટ્રોબેરીના સફળ ખેડૂતના લીધે, સ્ટ્રોબેરી ડાંગની ઓળખ બની
ડાંગમાં સ્ટ્રોબેરીના સફળ ખેડૂતના લીધે, સ્ટ્રોબેરી ડાંગની ઓળખ બની

By

Published : Feb 7, 2020, 6:49 PM IST

Updated : Feb 7, 2020, 8:19 PM IST

ડાંગઃ બાળકોને પ્રિય અને વિટામિન Cથી ભરપૂર એવી સ્ટ્રોબેરીની આજે મોટા શહેરો સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ માગ વધી છે. ખાસ કરીને સ્ટ્રોબેરી મહારાષ્ટ્ર મહાબલેશ્વર ખાતે જ થતી હોવાની માન્યતા લોકોમાં છે, પરંતુ આ ખાટી-મીઠી રસરભર સ્ટ્રોબેરી મહારાષ્ટ્રની સાથે હવે ગુજરાતના ડાંગની ઓળખ બની ગઈ છે. ડાંગના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવવા લાગ્યા છે. ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીંના ખેડૂતો ઓકટોબર માસથી ફેબ્રુઆરી સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવમાં આવે છે. જેનુ ઉત્તમ ઉદાહરણ ડાંગના ખેડૂત મોતિરામભાઈ પુરૂ પાડી રહ્યા છે.

ડાંગમાં સ્ટ્રોબેરીના સફળ ખેડૂતના લીધે, સ્ટ્રોબેરી ડાંગની ઓળખ બની

ડાંગ જિલ્લાના નાની દબાસ ગામનાં ખેડૂત મોતિરામભાઈ વર્ષો પહેલાં ચોમાસાની ખેતી બાદ રોજીરોટી મેળવવા માટે મહારાષ્ટ્રમાં મજૂરીકામ તરીકે જતા, અન્ય લોકોના ખેતરમાં કામ કરતા તેમને વિચાર આવ્યો કે, મારી જોડે પણ જમીન અને પાણી છે, તો હું પણ ખેતી કરી શકું છું. તેઓએ સ્ટ્રોબેરીના છોડ લાવીને ખેતરમાં વાવ્યા જેનો ફાયદો ધીમે ધીમે તેમને થવા લાગ્યો. જે બાદ વધુ ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવી ડાંગના આ ખેડૂતે સ્ટ્રોબેરીનો પાક મેળવે છે. આ ઉપરાંત ફળ અને છોડ વેચીને તેમાંથી પણ સારી એવી કમાણી કરે છે. સ્ટ્રોબેરીના ફળ ઉપરાંત તેના છોડ દ્વારા પણ આવક પ્રાપ્ત કરી શકાય છે. હાલમાં ગુજરાતના તેમજ જુદા જુદા રાજ્યોના ખેડૂતો મોતિરામભાઈ પાસેથી સ્ટોબેરીના છોડની ખરીદી કરે છે.

સ્ટ્રોબેરી ડાંગની ઓળખ બની
સ્ટ્રોબેરી ડાંગની ઓળખ બની

સ્ટ્રોબેરીની ખેતી પદ્ધતિ

સૌ પ્રથમ ખેતરમાં ખેડાણ કરીને જમીનમાં છાણિયું ખાતર ભેળવવાનું હોય છે. ત્યારબાદ નાના પાળ બનાવીને 15 થી 20 દિવસ પહેલાં પાળ ઉપર મરજીગ પેપર પાથરવાનું હોય છે. મરજીગ પેપરના કારણે જમીનમાં થનડક અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. મરજીગ પેપરમાં છોડની રોપણી કરવાની હોય છે. વાતાવરણ અનુકૂળ હોય, તો છોડ ઉપર જંતુઓ પડતાં નથી. છોડ મોટા થયાના થોડાં દિવસ બાદ કિટનાશક દવાનો છટકવા કરવામાં આવે છે. સ્ટ્રોબેરીનાં છોડને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે, તો છોડની ગુણવત્તા જળવાઈ રહે ઉપરાંત પાણીનો બચાવ કરી શકાય ટપક સિંચાઈ પદ્ધતિના કારણે ખેતરમાં ઘાસ પણ ઓછું આવે છે, અને છોડની સારી માવજત થઈ શકે છે. ફળ લાગવાની શરૂઆત થાય ત્યારે છોડને ખારત આપવું પડે છે. વિન્ટર નામની સ્ટ્રોબેરી 45 દિવસમાં આવે છે. જ્યારે અન્ય સ્ટ્રોબેરીને બે મહિના કેટલો સમય થાય છે. ફળ ચાલું તથા સળગ સાડા ત્રણ મહિના સુધી પાક આવે છે. પાક પૂરો થઈ જતાં સ્ટ્રોબેરીનાં છોડવાઓમાંથી રોપ તૈયાર કરવામાં આવે છે. જેથી સ્ટ્રોબેરીનાં ફળ અને છોડ બન્નેમાંથી આવક મેળવી શકાય છે.

સ્ટ્રોબેરી ડાંગની ઓળખ બની

સ્ટ્રોબેરીના 5 પ્રકાર છે. જેમાં વિન્ટર, માલધારી, સ્વીટ ચાર્લી, સેલવા અને નાભ્યા છે.

  1. વિન્ટર સ્ટ્રોબેરીનો પાક અન્ય સ્ટ્રોબેરીની સરખામણીમાં જલ્દી આવતો હોય છે.
  2. માલધારી સ્ટ્રોબેરી જેનો પાક બે મહિનામાં આવતો હોય છે. આ સ્ટ્રોબેરીમાં મીઠાસ વધારે હોય છે, અને જીવાત પણ ઓછાં આવે છે.
  3. સ્વીટ ચાર્લી સ્ટ્રોબેરીના ફળ મોટા હોય છે અને આ સ્ટ્રોબેરી ત્રણ દિવસ સુધી તાજી જોવા મળે છે.
  4. સેલવા સ્ટ્રોબેરી ખુબજ મીઠી હોય છે. જેમાં ખટાસનો સ્વાદ હોતો નથી.
  5. નાભ્યા સ્ટ્રોબેરી ભાવમાં સારી હોવાના કારણે વધું આવક પ્રાપ્ત કરી શકાય છે.

હવે ડાંગ જિલ્લામાં હવે વધુને વધુ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરવા લાગ્યા છે, ત્યારે તેઓને બાગાયત વિભાગ દ્વારા પણ પ્રત્સાહનરૂપે સહાય આપવામાં આવે છે. ખેડૂતો માટે શિબિર અને તાલીમોનું આયોજન કરવામાં આવે છે. ડાંગમાં સ્ટ્રોબેરીના પહેલા ખેડૂત તરીકે મોતિરામભાઈના ખેતરની સારી અને ગુણવત્તાયુંક્ત સ્ટ્રોબેરી હોવાને કારણે બાગાયત અધિકારી ગામીત સાહેબ, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમને બેસ્ટ ખેડૂતનો ઍવોડ પણ એનાયત કરાયો છે. જિલ્લા પ્રશાસન દ્વારા રૂપિયા 2,500નો રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન વિજભાઈ રૂપાણીના હસ્તે પણ તેમને ઍવોડ આપવામાં આવ્યો હતો.

Last Updated : Feb 7, 2020, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details