ડાંગ:જિલ્લાનાચિકટીયા ગામમાં ગત બુધવારે આવેલા ભયંકર (gujarat rain update ) ઘોડાપુરે તારાજી સર્જી હતી. પાણીના પ્રવાહની ઝપેટમા જે પણ કંઈ આવ્યું તે તણખલાની માફક વહી ગયુ હતુ. કુદરતની આ કારમી સ્થિતિમા સંવેદનશીલ જનપ્રતિનિધીઓ અને જિલ્લા અધિકારીઓએ (heavy Rain in dang ) ત્વરિત કાર્યવાહી (flood situation in chikatiya dang) હાથ ધરતા ગામે ગામ સર્વે માટેની ટિમો બનાવીને ડેટા કલેક્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં સ્થાનિક (heavy Rain In Gujarat) પદાધિકારીઓ પણ સરકારના અધિકારીઓ સાથે ગામની મુલાકાત લઈ, પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો:108 Ambulance : કપરા વરસાદી માહોલ વચ્ચે 29,000થી વધુ દર્દીઓને આ કર્મીઓએ હેન્ડલ કર્યાં
ખાવાના પણ સાંસા:ગામના રહેવાસી લતાબેન રામચંદ પવારે તેમની આપવીતી (Flood Situation In Dang) વર્ણવતા જણાવ્યું કે, આ પુરે તેમના ઘરને પણ સંપૂર્ણ તહેસનહેસ કરી નાખ્યું છે અને તેમના પરિવારને ખાવાના પણ સાંસા પડી ગયા છે. તો જયરામ દેવરામ પવારએ જણાવ્યું કે, આ પુરમા તેમની ગાય, અનાજ, ઘરવખરી, કબાટ, પલંગ, ટી.વી. ફ્રીજ, કપડા, અગત્યના કાગળો બધુ જ વહી ગયું છે, હમણા તેમના પરિવારના સભ્યોને ખાવા પીવા સહિત ઉઠવા બેસવાની પણ મુશ્કેલી પડી રહી છે.