ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવા ખાતે બરોડા સ્વરોજગાર સંસ્થાન દ્વારા જી.એસ.ટી સહાયક તાલીમ યોજાઈ

આહવાઃ ડાંગના આહવા ખાતે છેલ્લા નવ વર્ષથી કાર્યરત બરોડા સ્વરોજગાર સંસ્થાન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે જી.એસ.ટી સહાયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ere

By

Published : Nov 21, 2019, 8:52 PM IST

ડાંગ જિલ્લાના આહવા ખાતે જી.એસ.ટી સહાયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંક ઓફ બરોડાના મેનેજર માનસિંગભાઈ ચૌધરીએ તાલીમાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સૌ તાલીમાર્થીઓ જી.એસ.ટીની તાલીમ લઇ સજ્જ બને તો કોઇ મુશ્કેલી પડશે નહીં. વધુમાં તેમણે કહ્યું હતું કે આપણે જીએસટીના કાયદાથી પરિચિત બનીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ.

આ તાલીમ દરમિયાન આરસેટી ડાયરેકટર વિષ્ણુભાઈ પટેલ, જીએસટી ફેકલ્ટી દિપકભાઈ માલી, મિશન મંગલમના કર્મચારી નયનાબેન પટેલ, સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારી સંગીતાબેન પટેલ, અનિતાબેન ગાંગુર્ડે ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details