ડાંગ : જિલ્લામાં 280 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન હેઠળ છે. જ્યારે 1426 વ્યક્તિઓએ પોતાનો હોમકોરોન્ટાઇન પિરિયડ પૂરો કરતાં તેઓને રજા આપવામાં આવી છે. ડાંગ જિલ્લાના ત્રણ કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર લહાનઝાડદર, આહવા અને ભેંડમાળમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી એક પણ વ્યક્તિ શંકાસ્પદ મળેલ નથી. તેમજ કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદિક ઉકાળનું વિતરણ ડાંગના દરેક ગામડાઓમાં ચાલુ છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ ડાંગ - ડાંગ જિલ્લાને ગ્રીન ઝોન જિલ્લો જાહેર કરવામાં આવ્યો
ડાંગ જિલ્લો કોરોના મુક્ત બનતાં ડાંગ કલેક્ટર એન.કે.ડામોર દ્વારા ડાંગ જિલ્લાને ગ્રીન ઝોન જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 741 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી 717 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે 21 રિપોર્ટ પેન્ડિગ છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ ડાંગ
ડાંગના 256 ગામડાઓમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનાં 1740 કેમ્પ યોજવામાં આવ્યાં હતાં. જેમાં 9,13,273 લોકોએ આ ઉકાળાનો લાભ લીધો છે. આયુર્વેદિક હોસ્પિટલ આહવા દ્વારા દરેક ગામડાઓમાં ઉકાળા વિતરણની કામગીરી ચાલુ રાખવામાં આવેલ હતી. તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ પોલીસ ઓફિસ, કલેક્ટર ઓફિસોમાં રોજ આયુર્વેદિક ઉકાળો વિતરણ કરવામાં આવે છે.