ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના ભવાનદગડથી ગ્રામસભાનો પ્રારંભ - bhawanadgad

ડાંગ: ગ્રામીણજનોને ગ્રામવિકાસના કાર્યોમાં સહયોગ સાથે જાગૃતિ દાખવવાનો અનુરોધ કરતા ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ગ્રામીણ સમાજમાંથી કુરિવાજ, અંધશ્રદ્ધા અને વ્યસન જેવા દુષણોને તિલાંજલી આપવાની અપીલ કરી હતી.

ડાંગ જિલ્લામાં ભવાનદગડથી ગ્રામસભાનો થયો પ્રારંભ

By

Published : Jun 1, 2019, 4:09 PM IST

આહવા તાલુકાના ભવાનદગડ ગામમાં યોજાયેલી ગ્રામસભામાં પ્રજાજનોને માર્ગદર્શન આપતા વઢવાણિયાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી પુરી પાડીને તેનો મહત્તમ લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. યોજનાકીય લાભો મેળવવા માટે અનુસરવાની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપીને તેમણે પ્રજાજનોને સમયસર જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત વિભાગોને અરજી મોકલવાની પણ હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લામાં ભવાનદગડથી ગ્રામસભાનો થયો પ્રારંભ

ભવાનદગડ ગૃપ ગ્રામ પંચાયતના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરતા એચ.કે.વઢવાણિયાએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલી તેમજ સુધારેલી આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓના બાકી હપ્તા બાબતે ઝીણવટભરી પૃચ્છા કરતા વઢવાણિયાએ આ બાબતે ત્વરિત કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

આ દરમિયાન ભવાનદગડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મધુભાઇ ભોયેએ જુદી-જુદી કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મેળવવા બાબતે પ્રજાજનોને જાગૃતિ સાથે યોગ્યસ્તરે રજુઆત કરવાની અપીલ કરી હતી. આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શુક્કર ચૌધરીએ ગ્રામજનોના પ્રશ્નો પરત્વે પ્રશાસન હકારાત્મક અભિગમ સાથે પ્રજાના દ્વારે આવ્યું છે, ત્યારે સૌને સહયોગ દાખવવાનો અનુરોધ કર્યો હતો.

ભવાનદગડ પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલી સને-2019ની ગ્રામસભાના કાર્યક્રમની પ્રથમ ગ્રામસભામાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા સાથે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, પંચાયત અને મહેસૂલી કર્મચારીઓ, માહિતી વિભાગની ટીમ સહિત સ્થાનિક પદાધિકારીઓ, ગ્રામીણ કર્મચારીઓ, પ્રજાજનો વગેરેએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા નિભાવી હતી.

ABOUT THE AUTHOR

...view details