ગુજરાત

gujarat

ETV Bharat / state

દીપ દર્શન કાર્મેલાઈટ સિસ્ટર્સ ઓફ ચેરિટી આહવા દ્વારા અનાજ કીટનું વિતરણ - ડાંગ ન્યુઝ

દીપ દર્શન કાર્મેલાઈટ સિસ્ટર્સ ઓફ ચેરિટી આહવા દ્વારા લોકોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી. સાતબાબલા ગામના 37 જેટલા પરિવારોને ચોખા, દાળ, તેલ, ડુંગળી, બટાટા સહિતની જીવન જરૂરિયાતની કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવી હતી.

dang
dang

By

Published : Apr 6, 2020, 4:59 PM IST

ડાંગ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે. આપણો ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ તેમાં બાકાત રહ્યુ નથી. સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં રોજનું કમાઇને રોજ ખાનારા લોકોને કોઇ તકલીફ ન પડે અને કોઇ ભૂખ્યું ન સુવે એ હેતુથી ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના સૂચનને વધાવી લઇ જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શનથી મુશ્કેલીમાં સપડાયેલા પરિવારોને શોધી કાઢીને દીપ દર્શન સંસ્થા તરફથી સાતબાબલા ગામના 37 જેટલા પરિવારોને ચોખા,દાળ,તેલ,ડુંગળી,બટાટા સહિતની જીવન જરૂરિયાતની કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવી હતી.

જરૂરિયાતમંદ નાના ગરીબ લોકો માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેક નામી-અનામી લોકો મહામારીના આ કપરા સમયમાં મદદ કરી રહ્યા છે. ત્યારે દીપ દર્શન સંસ્થાએ પણ માનવતાની મહેંક પ્રસરાવી છે.

તદઉપરાંત હજુપણ કોઇપણ સમયે જરૂર પડે તો આ સંસ્થા હરહંમેશ ડાંગની જનતાની પડખે ઉભી રહેશે એમ સંસ્થાના મેનેજર, શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details