ડાંગ જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંવાદ કર્યો - જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચે રહેલા સુક્ષ્મ ભેદને સ્પષ્ટ કરતા ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સાથે સંવાદ સાધતા તેમને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો અનુરોધ કર્યો હતો.
![ડાંગ જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંવાદ કર્યો Governor Acharya Devvart had a "dialogue" with the farmers of Dang district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8778813-45-8778813-1599918353984.jpg)
ડાંગ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મળતા ઉત્પાદનોની ગુણવત્તા અને તેની બજાર કિંમતને કારણે ખેડૂતોની આવક બમણી કરવા સાથે જળ, જમીન, અને ગાયની નસ્લને દુષિત થતી બચાવવા એ આપણી સહિયારી જવાબદારી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશ વિના સ્વયં 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતા રાજ્યપાલે તેમની ખેતીના સ્વાનુભાવો વર્ણવી ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે દેશી ગાયના જતન, સંવર્ધન સાથે સૌના સહિયારા પ્રયાસોથી ખેડૂતોના કલ્યાણની દિશામાં આગળ વધવાની અપીલ કરી હતી.