- ડાંગ પેટા ચૂંટણીના મતદાતાઓ માટે સારા સમાચાર
- તમામ મતદારોને મતદાનના દિવસે સવેતન રજા મળશે
- કોઈ પણ નોકરીદાતા આ હુકમનું ઉલ્લંઘન નહીં કરી શકે
ડાંગઃ 3 નવેમ્બરે ડાંગ વિધાનસભા મત વિભાગની યોજાનારી પેટા ચૂંટણી અન્વયે મત વિભાગમાં સમાવિસ્ટ તમામ વિસ્તારોમા આ દિવસે 1948ના મુંબઈ દુકાનો અને સંસ્થા અધિનિયમ તેમ જ 1948ના કારખાના અધિનિયમ હેઠળ રજા જાહેર કરવી. મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈ પણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈ પણ સંસ્થામા નોકરી કરતા હોય તેમને મતદાનના દિવસે રજા મંજૂર કરવી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 135 (બી) અન્વયે રજા મંજૂર કરવામા આવી હોય તેવી કોઈ પણ વ્યક્તિના વેતનમાંથી કોઈ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં અને જો કોઈ આવી વ્યક્તિ સામાન્ય રીતે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવી હોય તેવી વ્યક્તિ રજા પણ હોત અને તે દિવસે તેને જે વેતન મળવાપાત્ર હોય તેટલુ વેતન મંજૂર કરવું પડશે.
જો કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરશે તો રૂપિયા 500નો દંડ થશે