- ડાંગમાં સુશાસન દિવસની કરાઈ ઉજવણી
- પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી
- ખેડૂતોને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવ્યાં
ડાંગઃ જિલ્લાના ડાંગ દરબાર હોલ આહવા ખાતે શુક્રવારના રોજ પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
પશુ દવાખાના ના વાહનોને લિલી ઝંડી આપવામાં આવી
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દીવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે ઉજવણીના ભાગરૂપે સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાના લાભાર્થી ખેડૂતોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યાં હતા. તેમજ પશુઓના સારવાર માટે 4 પશુ દવાખાના ના વાહનોને લિલી ઝંડી આપવામાં આવી હતી.
પશુ દવાખાના ના વાહનોને લિલી ઝંડી આપવામાં આવી ખેડૂતોને સાધન સહાયનું વિતરણ
આ કાર્યક્રમમાં પ્રધાન ગણપત વસાવાએ ખેડૂત બિલને ખેડૂતોના ફાયદા માટેનું બિલ ગણાવ્યું હતું. તેમજે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં છે માટે આજરોજ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં રૂપિયા 19 કરોડ નાખવામાં આવ્યા છે. પ્રધાન ગણપત વસાવાએ સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજનાના લાભાર્થી 5 હજાર ખેડૂતોને 5 કરોડની સહાયના સાધનોનું વિતરણ કર્યું હતું.
ડાંગમાં સુશાસન દિવસની કરાઈ ઉજવણી