આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એન. કે. ડામોરે જણાવ્યું હતું કે, મતદાર યાદીને અદ્યતન કરવાની હોવાથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તારીખ 1 જાન્યુઆરી ૨૦૨૦ની લાયકાતના ફોટાવાળી, જેમની ઉંમર ૧૮ વર્ષની હોય તેવા મતદારો માટે ખાસ ૨-૩ નવેમ્બર ૨૦૧૯ અને 9-10 નવેમ્બરના રોજ જિલ્લાના બી.એલ.ઓ. દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે.
ડાંગમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ - મુખ્યપ્રધાન જનસંપર્ક કાર્યક્રમ
ડાંગ: જિલ્લા કલેક્ટર એન. કે. ડામોરના અધ્યક્ષ સ્થાને આહવામાં ગુરુવારે સેવા સદન ખાતે મુખ્યપ્રધાન જનસંપર્ક કાર્યક્રમ અને મતદાર યાદી સુધારણા સંક્ષિપ્ત કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં પ્રજાના પ્રશ્નોનું જલ્દીથી હકારાત્મક નિવારણ આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરી આ અંગેનો અહેવાલ જિલ્લા ચૂંટણી અધિકારીને આપવાનો રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નોનો ઝડપી હકારાત્મક નિકાલ લાવવા માટે અધિકારીઓને સૂચન કરાયુ હતું. માર્ગ અને મકાન વિભાગ, આંગણવાડી, એસ.ટી. તેમજ આરોગ્યને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, સુબીર તાલુકા પ્રમુખ યશોદાબેન રાઉત, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક જે.ડી.પટેલ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.