- આહવા ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
- જિલ્લા પ્રમુખ મંગળ ગાવીતની આગેવાનીમાં બેઠક મળી
- સર્વાનુમતે 8 સમિતિઓની રચના કરવામાં આવી
ડાંગઃ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીતની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતનાં સદસ્યોની ઉપસ્થિતમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. અગાઉ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભા યોજવામાં આવી હતી. બજેટની સામાન્ય સભા પહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોના સંક્રમિત થતા સમિતિઓની રચના મોકૂક રાખવામાં આવી હતી. જે બાદ આજે શુક્રવારે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળ ગાવીત, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા બોલાવામાં આવી હતી.
અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી
આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સભ્યોની ઉપસ્થિતમાં અપીલ સમિતિ, કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, આરોગ્ય સમિતિ, ઉત્પાદન અને સહકાર સમિતિ, બાળ મહિલા વિકાસ અને યુવા પ્રવૃત્તિ જેવી કુલ 08 સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડાંગ: જિલ્લા પંચાયત પ્રમુખે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું