ગુજરાત

gujarat

ETV Bharat / state

જનરલ હોસ્પિટલ આહ્વાને નેશનલ લેવલનું લક્ષ્ય સર્ટીફિકેટ એનાયત - Gujarati news

ડાંગ: જિલ્લાના મુખ્ય મથકે આવેલ જનરલ હોસ્પિટલ આહવાએ ગૌરવરૂપ સિદ્ધી હાંસલ કરી છે. સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધાઓ અને નેશનલ લેવલના માનાંકો હાંસલ કરતા નેશનલ લેવલનું લક્ષ્ય સર્ટીફિકેટ મળ્યુ છે. આરોગ્ય વિભાગની ટીમને ગૌરવરૂપ સિદ્ધી મેળવવા બદલ જિલ્લા વહીવટી તંત્રે અભિનંદન પાઠવ્યા છે.

Etv Bharat

By

Published : Oct 16, 2019, 7:37 PM IST


ઓગષ્ટ માસ દરમિયાન આહવા ખાતે દિલ્હી અને પૂણેથી નેશનલ લેવલના એસેસર આવ્યા હતા. તેમણે ક્વોલીટીના લગભગ 500થી 600 માનાંકો અનુસાર હોસ્પિટલના પ્રસુતિ ગૃહ અને મેટરનીટી ઓપરેશન થિયેટરની મુલાકાત લઇ સઘન ચકાસણી હાથ ધરી હતી.

જનરલ હોસ્પિટલ આહવાને નેશનલ લેવલનું લક્ષ્ય સર્ટીફિકેટ એનાયત

જેમાં હોસ્પિટલના દર્દીને આપવામાં આવતી સારવાર અને અન્ય સુવિધાઓનું જુદા જુદા (8) વિભાગો (ઉપલબ્ધ સેવાઓ, દર્દીના હકોની જાળવણી, ઈનપુટ્સ, સપોર્ટ સર્વિસ, ક્લિનિકલ સર્વિસ, ઈન્ફેક્શન કંટ્રોલ, ક્વોલીટી મેનેજમેન્ટ, આઉટ ક્રમ) મુજબ ચકાસણી કરી હતી.

સંસ્થાના વડા સિવિલ સર્જન, નિવાસી તબીબી અધિકારી, ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેટિસ્ટ, મેટ્રન, ઈન્ફેકશન કંટ્રોલ નર્સ, ઈન્ચાર્જ નર્સ તથા સમગ્ર સ્ટાફ અને પ્રસુતિ ગૃહ, ઓપરેશન થિયેટર સ્ટાફની સતત મહેનતના પરિણામે અનુક્રમે 93ટકા અને 89ટકા સાથે લક્ષ્ય સર્ટીફિકેટ પ્રાપ્ત થયેલ છે.

ડાંગ જેવા છેવાડાના વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં પણ ગર્ભવતી માતાઓ અને નવજાત બાળકને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ઉત્તમ ક્વોલીટી યુક્ત નેશનલ લેવલના સ્ટાન્ડર્ડની સારવાર અને સુવિધા પુરી પાડવામાં આવે છે. એ ખૂબ જ ગૌરવશાળી બાબત છે.

ABOUT THE AUTHOR

...view details