ડાંગ: જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત વનબંધુ આરોગ્ય ધામ ખાતે હાંસોટ સ્થિત કાકા બા હૉસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આહવા ખાતે જન્મજાત ખોડખાંપણ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન - આહવામાં નિદાન કેમ્પનું આયોજન
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત વનબંધુ આરોગ્ય ધામ ખાતે હાંસોટ સ્થિત કાકા બા હૉસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 27 સપ્ટેમ્બરના રોજ આયોજિત આ કેમ્પમાં ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી 87 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્મજાત ખોડખાંપણ જેવી કે, ફાટેલા હોઠ અને ફાટેલું તાળવું તથા દાઝેલા કે અકસ્માતે હાથ પગ ગુમાવનાર દર્દીઓનું આ કેમ્પમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર હાથ ધરવામાં આવી હતી.
નોંધાયેલા દર્દીઓ પૈકી 70 દર્દીઓને વધુ સારવાર અર્થે કાકા બા હૉસ્પિટલ હાંસોટ ખાતે લઇ જવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પના સફળ આયોજનમાં શિવારીમાળ સ્થિત માનવદાસ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉલ્લેખનીય યોગદાન મળ્યું હતું.