ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરીશભાઈ બચ્છાવ ભાજપમાં જોડાઈને ફોર્મ ભર્યું

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલું થઈ ચૂક્યો છે, ત્યારે ડાંગ કોંગ્રેસનાં કદાવર નેતા ગણાતા હરીશભાઈ બચ્છાવ તેમજ વઘઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીત ભાજપમાં જોડાતા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 4 ગામોનાં 200 કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી પ્રધાન ગણપત વસાવાનાં હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.

ડાંગ જિલ્લામાં કોંગ્રેસ મુક્ત ભાજપનું સૂત્ર સાર્થક
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ મુક્ત ભાજપનું સૂત્ર સાર્થક

By

Published : Feb 12, 2021, 12:26 PM IST

Updated : Feb 12, 2021, 3:58 PM IST

  • ડાંગ કોંગ્રેસમાં એકમાત્ર બચેલા કદાવર નેતા હરીશ બચ્છાવ ભાજપમાં જોડાયાં
  • વઘઇ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીતે કેસરિયો ધારણ કર્યો
  • 4 ગામોનાં 200 કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

ડાંગઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની સૌથી મજબૂત પકડ હતી, પરંતુ કોંગી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત અને કદાવર નેતા ચંદરભાઈ ગાવીતનાં રાજીનામાં બાદ ડાંગ જિલ્લાના એક બાદ એક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં હવે કોંગ્રેસનો ગઢ ધરાવતો ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે.

ડાંગનાં વઘઇ સીટ ઉપર જાહેર થયેલ કોંગી ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી ફોર્મ ભર્યું

ડાંગ જિલ્લામાં કોંગ્રેસ મુક્ત ભાજપનું સૂત્ર સાર્થક

કેબીનેટ પ્રધાન ગણપત વસાવા અને ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરાજીયાએ ડાંગ જિલ્લામાં બુથ લેવલે પહોંચીને મતદારોને ભાજપાનાં વિકાસનું સૂત્ર બતાવતા એક પછી એક ડાંગ કોંગ્રેસનાં મોટા ગજાનાં નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા તરીકેની ભૂમિકા ભજવનાર તથા જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ હરીશ બચ્છાવ જે ડાંગ કોંગ્રેસમાં એક માત્ર કદાવર નેતા હતા તેઓ પણ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસ મુક્ત ડાંગ બની ગયું છે.

4 ગામોનાં 200 કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

વઘઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીત ભાજપમાં જોડાયા

વઘઇ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવીત તેમજ તાલુકા કોંગ્રેસનાં 4 ગામોનાં સક્રિય અને પાયાના 200થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ એવા કેન્દ્રિય પ્રધાન ગણપત વસાવાનાં હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કરી લેતાં જિલ્લામાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા હતાં. અહીં ચૂંટણીપંચ દ્વારા હાલમાં વઘઇની બેઠક માટે SC ઉમેદવારની સીટ ફાળવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ભાજપાએ માસ્ટર સ્ટ્રોક રમી વઘઇ સીટ માટે જાહેર થયેલ કોંગ્રેસનાં નેતા અને SC સમાજમાં પ્રભુત્વ ધરાવના હરીશ બચ્છાવને ભાજપનો ખેસ પહેરાવી ફોર્મ ભરાવતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

કોંગ્રેસ ઉમેદવાર બાબતે અસમંજસ પરિસ્થિતિમાં

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપાએ જિલ્લા અને ત્રણેય તાલુકાની સીટો ઉપર ઉમેદવારોની યાદી વિધિવત રીતે બહાર પાડી દીધી છે તો બીજી તરફ ડાંગ કોંગ્રેસ પક્ષ જિલ્લા અને તાલુકાનાં ઉમેદવારોને લઈને હજુ સુધી અસંમજસતાની સ્થિતિમાં જણાતા ઉમેદવારોની યાદી બહાર પાડી શકી નથી.

Last Updated : Feb 12, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details