ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે કોશિમદા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું - ગુજરાત રાજકારણ સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ડાંગ જિલ્લા કોંગ્રેસમાંથી ભાજપ પક્ષમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે ભાજપમાંથી કોશિમદા બેઠક ઉપર ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા મંગળ ગાવીતે જિલ્લાની બેઠક માટે ફોર્મ ભર્યું છે.

મંગળ ગાવીતે જીતનો દાવો કર્યો
મંગળ ગાવીતે જીતનો દાવો કર્યો

By

Published : Feb 15, 2021, 2:29 PM IST

  • 32 વર્ષથી કોંગ્રેસનાં મેન્ડેટ ઉપર ચૂંટાઈને આવતાં હતાં
  • મંગળ ગાવીતે જીતનો દાવો કર્યો
  • જિલ્લા કોંગ્રેસ સમિતિની હાલત મૃત અવસ્થા જેવી થઈ

ડાંગઃજિલ્લા કોંગ્રેસનાં કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીતના ભાજપ પક્ષમાં જોડાવાથી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિની હાલત મૃત અવસ્થા જેવી થઈ ગઈ છે. મંગળભાઈના ભાજપમાં જોડાવાથી તેમની લોક ચાહનાનાં કારણે વિધાનસભામાં ભાજપને જંગી બહુમતી સાથે જીત મળી હતી. જે બાદ હવે કોંગ્રેસનાં પૂર્વ બાંધકામ અધ્યક્ષ ચદર ગાવીત, તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ હરીશભાઈ બચ્છાવે પણ ભાજપના મેન્ડેટ ઉપર ફોર્મ ભરતાં ડાંગ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

ડાંગ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે કોશિમદા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

મંગળ ગાવીતે વિજય મુહૂર્તમાં ડાંગના ધારાસભ્ય સાથે ફોર્મ ભર્યું

કોંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં 1988થી મંગળ ગાવીત કોંગ્રેસના નેતા તરીકે જીતતા આવ્યા છે. મંગળ ગાવીત કોંગ્રેસ પાર્ટીને રામરામ કરી ભાજપમાં જોડાયા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત કોશિમદાની બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યું છે. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિજય મુર્હતમાં વઘઇ તાલુકાના ચૂંટણી અધિકારીને ફોર્મ આપી મંગળ ગાવીતે તેમની જીત સાથે જિલ્લા પંચાયતની તમામ 18 અને 3 તાલુકા પંચાયતની 48 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થશે એવો દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, મંગળ ગાવીત 1988માં સરપંચ તરીકે અને ત્યાર બાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બાદ બે ટર્મ સુધી ડાંગના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details