ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીત ઉપર માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતની પ્રતિક્રિયા - મંગળ ગાવીત

ડાંગ જિલ્લામાં 10 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી ની મતગણતરી થઈ હતી. જેમાં ભાજપને 60હજારની લીડથી જંગી બહુમતીથી જીત મળી હતી. ડાંગ વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં ભાજપ ઉમેદવારને 94 હજાર મતો મળ્યાં હતાં. જે જીત બદલ ભાજપ નેતા અને ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

ડાંગ જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીત ઉપર માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતની પ્રતિક્રિયા
ડાંગ જિલ્લામાં ભાજપની ઐતિહાસિક જીત ઉપર માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતની પ્રતિક્રિયા

By

Published : Nov 13, 2020, 3:14 PM IST

  • 1995માં મંગળ ગાવીતે સૌ પ્રથમ તાલુકામાં ભાજપને જીત અપાવી હતી
  • ડાંગ જિલ્લાના વિકાસ અર્થે સત્તાધારી પાર્ટી સાથે જોડાઈ ગયાં
  • કોંગ્રેસમાંથી ભાજપ પક્ષમાં જતાં મોટી સંખ્યામાં સમર્થકો ભાજપમાં જોડાયાં


ડાંગઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપર 10 નવેમ્બરે પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાં હતાં. જેમાં ભાજપ પક્ષને જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત થયો હતો. કોંગ્રેસનો ગઢ ગણાતાં ડાંગ જિલ્લામાં ભાજપને ઐતિહાસિક જીત જ્યારે સામે પક્ષે કોંગ્રેસનાં ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસના ગઢમાં ભાજપ પક્ષને કઇ રીતે સૌથી વધુ મત મળ્યાં
  • કોંગ્રેસના ગઢમાં ભાજપ પક્ષને સૌથી વધુ મત મળ્યાં

    ડાંગ જિલ્લામાં ભાજપ પક્ષને આ પહેલાં ફક્ત એકવાર જીત મળી હતી. જ્યારે વર્ષોથી આ બેઠક કોંગ્રેસના પડખે રહી છે. આ બેઠક ઉપર મંગળભાઈના રાજીનામાં બાદ પ્રથમ વખત પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં છેલ્લાં પાંચ ટર્મથી ભાજપ પક્ષ તરફથી સતત દાવેદારી કરનાર વિજયભાઈ પટેલની ભારે મતો સાથે વિજય પ્રાપ્ત થયો હતો. આ પહેલાંની જે તમામ ચૂંટણીઓ યોજાઈ હતી. જે ચૂંટણીઓમાં વિજેતા ઉમેદવાર કરતાં પણ વધારે લીડ આ વખતે ભાજપના ઉમેદવારને મળી છે.

    ડાંગ જિલ્લા 173 વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ

    ભાજપ ઉમેદવાર વિજયભાઈ પટેલને કુલ મત- 94,006

    કોંગ્રેસ ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીતને કુલ મત- 33,911

    લીડ - 60,095

    કુલ મતોની સંખ્યા - 1,35,098

    જિલ્લાના કુલ મતદારો 178186

  • સૌથી વધુ મતદાન ડાંગ જિલ્લામાં થયું હતું.

    ડાંગ જિલ્લાની વિધાનસભાની બેઠક આદિવાસી માટે અનામત છે. અહીં દરેક જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની 8 બેઠક પેકી સૌથી વધુ મતદાન ડાંગ જિલ્લામાં થયું હતું. અને વિજેતા પાર્ટીએ પણ મોટી સંખ્યામાં લીડ પ્રાપ્ત કરી હતી. ડાંગ જિલ્લામા આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓના પરિણામો ઉપર નજર કરીએ તો અહીં સને 2014ના લોકસભા ચુનાવમા 81.33 ટકા, સને 2017ની વિધાનસભાની ચૂંટણીમા 72.74 ટકા, અને 2019ની લોકસભાની ચૂંટણીમા 81.23 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. જ્યારે 2020ની પેટા ચૂંટણીમાં 75.01% મતદાન થયું હતું.

  • ડાંગના માજી ધારાસભ્ય મંગળ ગાવીતના કોંગ્રેસ છોડ્યા બાદ કોંગ્રેસની હાલત કથળી

    માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી ટાણે મંગળ ભાઈ ગાવીતે રાજીનામું આપ્યું હતું. જે બાદ અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના થોડાં દિવસો અગાઉ મંગળ ગાવીતને ભાજપ પક્ષમાં જોડીની ભાજપે માસ્ટરરસ્ટ્રોકનો દાવપેચ ખેલ્યો હતો. મંગળ ગાવીતનાં કોંગ્રેસ છોડ્યા બાદ કોંગ્રેસમાં કોઈ કદાવર નેતા જોવા મળ્યાં નહીં, તેમ છતાં કોંગ્રેસનાં કદાવર નેતામાં ગણના થાય તેવા ચંદર ગાવીતને ટિકિટ ન મળતાં કોંગ્રેસી કાર્યકરોમાં હતાશા જોવા મળી હતી. કોંગ્રેસ પક્ષે કહી શકાય કે નબળાં ઉમેદવારને ટિકિટ આપીને જાણે હાર સ્વીકારી લીધી હતી. કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર સૂર્યકાન્ત અપક્ષમાંથી કોંગ્રેસમાં આવ્યાં હતાં જે બાદ તેઓ મંગળ ગાવીતને 2017માં ફરીવાર કોંગ્રેસની ટિકિટ ન મળતાં તેઓ બળવો કરી ભાજપમાં જોડાયા હતાં જે બાદ તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયાં હતાં.

  • પક્ષપલટુ ધારાસભ્ય નહીં પણ વિકાસ અને વ્યક્તિગત ફેક્ટરના લીધે ભાજપને જીત મળી - રાજકીય પંડિતો

    ડાંગ જિલ્લાના રાજકીય પડિતોનું માનવું હતું કે ભાજપની જીત એ અત્યાર સુધીની ઐતિહાસિક જીત છે. જેમાં ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલ જેઓ છેલ્લા પાંચ ટર્મથી દાવેદારી કરતાં આવ્યાં હતાં. પણ તેમને બે વાર જીત મળી હતી. ભાજપના દાવપેચ ખેલ્યો હતો. જેમાં વડીલ, વાલીઓ અને યુવાનોમાં લોકચાહના ધરાવનાર મંગળ ગાવીતને પોતાના પક્ષમાં સામેલ કર્યો હતો. મંગળભાઈ હરહમેંશા લોકોની પડખે રહ્યાં છે. લોકોએ તેમનાં વિકાસના કામોથી વધાવે તેમનાં સ્વભાવને પસંદ કરી આવકાર્ય છે તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યાં છે.

  • જિલ્લામાં કોંગ્રેસ નેતાઓના નેતૃત્વ ઉપર સવાલ

    મંગળ ગાવીત બાદ કોંગ્રેસી કાર્યકરોમાં નેતાની ખોટ વર્તાઈ રહી હતી. જેમાં જૂનાં આગેવાનો કાર્યકતાઓને સંભાળી ન શક્યાં. જેના લીધે કોંગ્રેસના નેતૃત્વ ઉપર સવાલો ઉદ્દભવ્યા હતાં. આ સાથે જ લોકોની પસંદગી ના નેતાને બદલે અન્યને ટિકિટ આપતાં કોંગ્રેસી કાર્યકરોમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ સાથે જ પ્રચાર પ્રસારમાં પણ કોંગ્રેસી નેતાઓએ રસ દાખવ્યો ન હતો.

  • ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતની લોકચાહના ભાજપને ફાળે ગઈ

    મંગળભાઈ ગાવીતે ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાનો વિકાસ કરવો હોય તો સસ્તાધારી પાર્ટીની પડખે રહી વિકાસ શક્ય છે જેનાં કારણે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. કેબિનેટ નેતૃત્વને આધીન રહી તેઓ ભાજપ પક્ષમાં જોડાયાં અને ભાજપ ઉમેદવાર વિજયભાઈ પટેલ માટે પ્રચાર કર્યો હતો. જેમાં મંગળ ગાવીત સાથે જોડાયેલા તમામ કોંગ્રેસનાં હોદ્દેદારો ભાજપ પક્ષને પડખે રહ્યાં અને ભાજપને આ ઐતિહાસિક જીત મળી, આ સાથે જ ગ્રાઉન્ડ લેવલ સુધી મંગળ ગાવીતની લોકચાહના અને સંબધોના કારણે પણ ભાજપ પક્ષને ફાયદો થયો હતો.

ABOUT THE AUTHOR

...view details