- ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથનો મામલો
- યુવાનોનાં અપમૃત્યુ બાબતે પૂર્વ મુખ્યપ્રધાને લીધી પરિવારની મુલાકાત
- શંકરસિંહ વાઘેલાએ પરિવારની મુલાકાત લીધી
ડાંગ: જિલ્લાના આદિવાસી યુવાનોના અપમૃત્યુને લઇ પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister) શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એ પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. મુલાકાત બાદ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી છે. વઘઇના આદિવાસી યુવાનોના ચીખલી પોલીસ મથકમાં અપમૃત્યુ હત્યાના પડધા રાજ્યભરમાં ઉઠી રહ્યા છે. સમગ્ર આદિવાસી સમાજ (Tribal society) આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છે.
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મૃતકના પરિવારોની મુલાકાત લીધી
આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister) શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એ શુક્રવારે આદિવાસી સમાજના નેતાઓ સાથે મૃતક સુનીલ અને રવીના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને આ મુલાકાત લેતા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહે જણાવ્યું હતું કે, જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો : ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ