- ડાંગના વધઇમાં ફોરેસ્ટ અધિકારીની બાઈક ચોરી થઈ
- અધિકારીએ પોલીસ ફરીયાદ નોંધાવી
- ગણતરીના કલાકોમાં પોલીસે બાઈક ચોરને ઝડપી પાડ્યો
ડાંગ: જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ગતરોજ (રવિવાર) અજાણ્યા ઈસમ દ્વારા Fz બાઇક ચોરી કરવામાં આવી હતી. જેની ફરીયાદ ફોરેસ્ટ કર્મીએ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વઘઇ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરતા આજરોજ (સોમવાર) બાઇક ચોરી જનાર ઇસમની ગણતરીનાં કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.
અજાણ્યાં ઇસમે બાઇક ની ચોરી કરી
ગતરોજ (રવિવારે) ગમનલાલ છોટુભાઈ ગરાસીયા નામનો ફોરેસ્ટ કર્મી પોતાની fz બાઇક.ન.જી.જે.18.સી.ક્યુ.7491 લઈ ચિકન લેવા માટે વઘઇ ઝાવડા રોડ પર ગયો હતો. ફોરેસ્ટ કર્મીએ ચિકનનાં દુકાન નજીક બાઈકને પાર્ક કરી દુકાનદાર સાથે વાતો કરતો હતો એવામાં માર્ગની સાઈડમાંથી કોઈ અજાણ્યો ઈસમ દ્વારા આ બાઇકનું લોક તોડીને ચોરી કરી નાસી ગયો હતો. ફોરેસ્ટ કર્મીની બાઇક અજાણ્યો ઈસમ ઉઠાવી લઈ જતા ત્યા હાજર લોકોએ બુમાબુમ કરી હતી.
આ પણ વાંચો : પરિવારજનો ઘર બહાર સૂતા રહ્યા, તસ્કરો ચોરી કરી ગયા - જૂઓ CCTV