ગુજરાત

gujarat

ETV Bharat / state

Leopard Accident in Dang : દિપડાને અડફેટે લેનાર વાહનચાલકને શોધવા વનવિભાગ રાતા પાણીએ - Panther in Dang Range Area

ડાંગમાં અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા અફરાતફરી (Leopard Accident in Dang) મચી ગઈ હતી. અકસ્માતના પગલે દીપડોને ગંભીર ઈજા થતા વનવિભાગના કર્મચારીઓમાં તાત્કાલીક (Dang Forest Department) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દિપડાને અડફેટે લેનાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવા CCTVમાં તપાસ હાથ ધરી છે.

Leopard Accident in Dang : દિપડાને અડફેટે લેનાર વાહન ચાલકને શોધવા માટે વનવિભાગ રાતા પાણીએ
Leopard Accident in Dang : દિપડાને અડફેટે લેનાર વાહન ચાલકને શોધવા માટે વનવિભાગ રાતા પાણીએ

By

Published : Jul 7, 2022, 1:25 PM IST

ડાંગ :દક્ષિણ ડાંગના રેન્જ વિસ્તારમાં દીપડાનો અકસ્માત થતાં ચકચાર (Leopard Accident in Dang) મચી ગઈ હતી. દિપડાના અકસ્માતની જાણ વનવિભાગની (Dang Forest Department) ટીમને થતા દોડતી થઈ હતી. ગંભીર રીતે દીપડો ઈજાગ્રસ્ત થતા તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ અકસ્માત સર્જનાર પકડવા માટે વન વિભાગની ટીમ રાતા પાણીએ જોવા મળી છે.

આ પણ વાંચો :દિપડાએ ગણતરીની સેકંડોમાં શિકાર કરી લીધો, જૂઓ વિડિયો

દીપડાને જાળમાં પકડ્યો - ડાંગ જિલ્લાના વઘઇથી (Panther in Dang Range Area) આહવા માર્ગ ઉપર આવેલા ચીકટિયા ગામ પાસે માર્ગ ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહનથી અડફટે લીધો હતો. વાહને દીપડાને અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે સ્થાનિક આગેવાનોએ ચીચીનાગાંવઠા રેન્જના RFO ગણેશભાઈને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. દીપડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. અજાણ્યા વાહનની અડફેટે ચડેલા દીપડાને જાળમાં પકડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં માતા બની ચારણકન્યા, દિપડા સામે પડી પુત્રીને મૃત્યુના મુખમાંથી કાઢી લાવી

દીપડાએ તોડ્યો દમ - દીપડો વધુ ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે વાંસદા પશુ ચિકિત્સક (Treat Panthers) પાસે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દીપડાને સારવાર મળે તે પહેલા દીપડાએ દમ તોડી દેતા મૃત જાહેર કર્યો હતો. દીપડાને મૃત જાહેર કરતા વનવિભાગના અધિકારીઓએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ઘટના (Leopard Killed in Accident in Dang) સમયે આ વિસ્તારથી પસાર થયેલા વાહનોની વિગત CCTV ફૂટેજ મંગાવી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જાનવર ક્યારેક ખોરાક પાણી માટે જંગલ છોડીને ખુલ્લી જગ્યામાં આંટાફેરા મારતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details