ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં નોન NFSA- APL 1 કાર્ડધારકોને મે મહિનાનું અનાજ વિતરણ કરાયું - ડાંગ જિલ્લામાં નોન NFSA- APL 1 કાર્ડધારકોને અનાજ વિતરણ

ડાંગ જિલ્લામાં નોન NFSA- APL 1 કાર્ડધારકોને મે મહિનાનું અનાજ વિતરણ કરાયું હતું. જેમાં 4,492 વ્યક્તિઓએ આ સરકારી યોજનાનો લાભ લીધો હતો.

dang
dand

By

Published : May 7, 2020, 7:41 PM IST

આહવા: જિલ્લામાં એપ્રિલ માસમાં 5,520 પૈકી 4,492 વ્યક્તિઓએ સરકારી યોજનાનો લાભ લીધો હતો. કુલ 422 વ્યક્તિઓએ દેશના હિતમાં અનાજ નહીં લઇને પોતાનો લાભ જતો કર્યો હતો.

વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું હતું. આ સમય દરમિયાન દેશના તમામ નાગરિકો માટે સરકારશ્રી દ્વારા અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં છેવાડાના ગામડાઓ સુધી અનાજ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આજરોજ મે મહિનાનું નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ.1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું. જે 5 મે 2020 સુધી આપવામાં આવશે. જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક પટેલે જણાવ્યું હતું કે, ગત માસમાં 5,520 પૈકી 4,492 વ્યક્તિઓ એ આ લાભ લીધો હતો અને જરૂરિયાત ન હોય એવા કુલ 422 લોકોએ દેશહિતમાં અનાજ નહીં લઇને પોતાનો લાભ જતો કર્યો હતો.

ગૌર્યા ગામના સંગીતાબેન યોગેશભાઇ ગાવિતે જણાવ્યું હતું કે, મને સરકારની યોજનામાં 10 કિ.ગ્રા.ધઉં, 3 કિ.ગ્રા.ચોખા,1 કિ.ગ્રા.ખાંડ અને 1 કિ.ગ્રા.ચણાની દાળ આપવામાં આવી છે જેનો મને આનંદ છે.

ABOUT THE AUTHOR

...view details