- ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી
- કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ
- પોલીસ અને CRPF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન
ડાંગ: ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ડાંગ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ અને ચૂંટણી પંચ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મુજબના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જિલ્લાના મુખ્ય મથક આહવા અને જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ ખાતે મુખ્ય માર્ગો સહિત સોસાયટી અને જાહેર સ્થળોએ અર્ધ લશ્કરી દળો સાથે પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું.
ડાંગ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પેટા ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી આહવામાં ફ્લેગ માર્ચનું આયોજન અધિકારીઓની હાજરીમાં યોજાઇ ફ્લેગ માર્ચ
સ્થાનિક પોલીસ અધિકારીની સાથે CISF કંપનીના જવાનો, પોલીસ, હોમ ગાર્ડ અને GRDનાં જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાનાં DYSP પી. જી. પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના વડા રવિરાજસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ, જિલ્લામાં 3 નવેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની પેટા ચૂંટણી સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.