આહવા: પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા કામદ ગામ ખાતેના યોગેશભાઈ લક્ષમનભાઈ દળવીના ઘરમાં વીજફોલ્ટના કારણે એકાએક આગ લાગી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘરમાં આગ ફેલાઈ જતા ઘરમાં રહેલો ઘર વખરીનો સામાન સહિત અર્ધું ઘર બળીને ખાખ થઈ ગયું હતું.
ડાંગના કામદ ગામે શોર્ટસર્કીટના કારણે ઘરમાં લાગી આગ, કોઇ જાનહાની નહીં - ડાંગના કામદ ગામે શોર્ટસર્કીટના કારણે ધરમાં આગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા કામદ ગામે એક આદિવાસી પરીવારના ઘરમાં વીજફોલ્ટના પગલે એકાએક આગ લાગી હતી. આ બનાવની જાણ ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગને થતા ફાયર સેફ્ટીના સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
શોર્ટસર્કીટના કારણે ધરમાં લાગી આગ
આ બનાવની જાણ ગ્રામજનોએ ડાંગ વહીવટી તંત્રના ડિઝાસ્ટર વિભાગની ટીમને કરતા તુરંત જ વહીવટી તંત્રની ટીમે સાપુતારાથી આગ ઓલવવા માટે ફાયર સેફ્ટી સહિત પાણીના બંબા દ્વારા આ આદિવાસી પરીવારના ઘરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
કામદ ગામે આદિવાસી ઈસમના ઘરમાં લાગેલી આગના પગલે કોઈ જાનહાની નઇ ન હતી. હાલમાં ડિઝાસ્ટર વિભાગના મામલતદાર સહિત આહવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની ટીમે આગ લાગેલી ઘરની નુકસાનીનો તાગ કાઢી સહાય માટેની તજવીજ હાથ ધરી છે.