ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના કાંચનપાડા ગામની મહિલાઓ પર જંગલી ભૂંડનો જીવલેણ હુમલો, એકનું મોત - Manmodi Group Gram Panchayat

ડાંગ જિલ્લાનાં કાંચનપાડા ગામના જંગલ વિસ્તારમાં બે મહિલાઓ પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો. જે હુમલામાં ઘટના સ્થળે એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ડાંગના કાંચનપાડા ગામની મહિલાઓ પર જંગલી ભૂંડનો જીવલેણ હુમલો
ડાંગના કાંચનપાડા ગામની મહિલાઓ પર જંગલી ભૂંડનો જીવલેણ હુમલો

By

Published : Apr 3, 2020, 7:17 PM IST

ડાંગઃ જિલ્લામાં જંગલ વિસ્તારમાં બે મહિલાઓ પર જંગલી ભૂંડે હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા ઘટના સ્થળે એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મહિલાને પણ કમર અને ગુપ્ત ભાગે જંગલી ભૂંડે દાંત વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં કાંચનપાડા ગામની બે મહિલાઓમાં મંજુલાબેન હરીભાઈ ચૌધરી અને કમળીબેન મહાદુભાઈ બાગુલ જંગલ વિસ્તારમાં સૂકા પડેલા બળતણનાં લાકડા વીણવા માટે ગયા હતા. તે અરસામાં અચાનક બળતણનાં લાકડા વીણી રહેલા આ બન્ને મહિલાઓ પર જંગલી ભૂંડે શરીરનાં કમર તેમજ ગુપ્ત ભાગોએ ગંભીર રીતે ઇજાઓ પહોંચાડતા 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન ખાતે ખસેડવામાં આવ્યા હતા.

એક મહિલાનું ઘટના સ્થળે મોત

તે મહિલાની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ગંભીર રીતના ઇજાગ્રસ્ત મહિલાને આહવા સિવિલ હોસ્પિટલથી સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.

ડાંગના કાંચનપાડા ગામની મહિલાઓ પર જંગલી ભૂંડનો જીવલેણ હુમલો
આ ઘટના અંગે માનમોડી ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ નગીનભાઇ ગાવીતે જણાવ્યું હતું કે, કાંચનપાડા ગામની મહિલાઓ જે જંગલમાં સુકા બળતણના લાકડા લેવા ગઇ હતી, ત્યારે અચાનક જંગલી ભૂંડે આ મહિલાઓ પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મહિલા ગંભીર રીતના ઘાયલ થતાં તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જંગલી ભૂંડના હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details