ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાના ધોડવહળ ગામમાં ખેડૂત તાલીમ યોજાઇ - Dang Farmers

ડાંગઃ જિલ્લાના વધઇ તાલુકામાં સમાવિષ્ટ ઘોડવહળ ગામમાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂત  તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને ફણસીની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

dang
dang

By

Published : Jan 11, 2020, 11:58 PM IST

રાજ્યના છેવાડે આવેલો ડાંગ સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યાં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ આ એક પહાડી વિસ્તાર હોવાના કારણે પાણીના તંગીના પ્રશ્નો ઉદ્ભવે છે. ત્યારે મોટાભાગના ખેડુતો બહાર ગામે મજુરી કામ કરવાની મજબૂર બને છે. જેથી બાગાયત ખેતી કરી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી બાગાયત વિભાગ દ્વારા ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને ફણસીની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વરોજગાર રહેવા માટે આધુનિક ખેતી અંગેની જાણકારી આપી હતી.

ડાંગ જિલ્લાના ધોડવહળ ગામમાં ખેડૂત તાલીમ યોજાઇ

આ કાર્યક્રમમાં લોટસ મંડળીના સંસ્થાપક શ્રાવણભાઇએ લોકલ ડાંગી ભાષામાં ખેડુતોને જણાવ્યું હતું કે, "ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે ખેડુતો બાગાયતની યોજનાઓનો લાભ લઇને ઓછા પાણીમાં ઉપયોગ થકી ખેતી પધ્ધથીઓ અપનાવે તે જરૂરી છે."

આ ઉપરાંત ખેડૂતોને બાગાયતમાં અરજી કરીને સબસીડી કઇ રીતના મેળવી શકે તેના વિશે સમજણ આપવામાં આવી હતી. સાથે જ RKY યોજના અંતર્ગત કાજુ અને ફણસીની વૈક્ષાનિક ખેત પધ્ધતિ વિશે સમજણ આપી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં બાગાયત અધીકારી વિશાલભાઇ અને ગામના માજી સરપંચ પાંડુરગભાઇ સહિત ખેડુત મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details