ડાંગના બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ
ડાંગ : મદદનીશ બાગાયત નિયામક અને લોટસ ફળ અને શાકભાજી ઉત્પાદન સહ-ખરીદ વેચાણ સહકારી મંડળી દ્વારા બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. કાજુ અને સ્ટ્રોબેરીના સફળ ખેડૂતોને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતાં.
બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ
ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા 100 ટકા ઓર્ગેનિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ડાંગના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરી ખેતીનું વધુ ઉત્પાદન પ્રાપ્ત કરે તે માટે સરકાર દ્વારા ખેડૂતો માટે તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેને લઇને બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.