ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ, એક્ટિવ કેસો 47 - corona case incress

રાજ્યમાં જેમ કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે, તેમ ડાંગ જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 5 એપ્રિલે 18, જ્યારે 6 એપ્રિલે વધુ 4 કેસો નોંધાતા કુલ એક્ટિવ કેસોનો આંકડો 47 ઉપર પહોંચ્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ, એક્ટિવ કેસો 47
ડાંગ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ, એક્ટિવ કેસો 47

By

Published : Apr 6, 2021, 8:53 PM IST

  • જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ કુલ એક્ટિવ કેસો 47
  • જિલ્લામાં 178 વ્યક્તિઓએ કોરોનાને માત આપી 2ની મૃત્યુ
  • તમામ બોર્ડર પર આરોગ્યકર્મીઓને તૈનાત કરાયા છે

ડાંગઃ છેલ્લા અઠવાડિયાથી કોરોના વાઈરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 5 એપ્રિલના રોજ આહવા, ઝાવડા, ગાયખાસ, શામગહાન, ચીખલા, ચીંચલી, વઘઇ, ચીખલી (લવચાલી) ગામે કુલ 18 કેસો પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે 6 એપ્રિલે વધુ 4 કેસો પોઝિટિવ આવતાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થઈ ગઇ છે.

આહવા સૌથી વધુ એક્ટિવ કેસો

જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોરોના સંક્રમણનો ફેલાવો થતા ત્યાં સૌથી વધુ પોઝિટિવ કેસોના આંકડા સામે આવ્યા છે. કોરોનાના કહેરને ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ બોર્ડર પર આરોગ્યકર્મીઓને તૈનાત કરાયા છે. તેમજ સાપુતારા ચેકપોસ્ટ ખાતે RTPCR રિપોર્ટ વગર પ્રવાસીઓને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

આ પણ વાંચોઃવલસાડમાં કોરોના કેસમાં વધારો નોંધાતા પોલીસ મથકો કરાયા સેનિટાઇઝ

કોરોનાના કેસ સામે આવતા તેઓના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે

જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક કાયદાની અમલવારી કરવામાં આવી રહી છે. જિલ્લા રોગચાળા ક્ષય અધિકારીના જણાવ્યા અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન મિશનપાડા (આહવા), ગાંધી કોલોની (આહવા),પટેલપાડા (આહવા), જવાહર કોલોની (આહવા),ગાંધી કોલોની-૧ (આહવા), પ્રમુખ સ્વામી સોસાયટી (વધઇ), પટેલપાડા (આહવા), સહયોગ સોસાયટી (આહવા), ધુડા, ચિરાપાડા, ખાતળ, ભરવાડ ફળિયુ (વઘઇ), સુબીર, જામલાપાડા, વેરીયસ કોલોની(આહવા), શિક્ષણ કોલોની (આહવા), બંધારપાડા (આહવા) ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી છે. જ્યાં કોઈ પોઝિટિવ કેસ સામે આવ્યા નથી.

આ પણ વાંચોઃજામનગરમાં માટે ચિંતાજનક સમાચાર, દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો

ABOUT THE AUTHOR

...view details