ડાંગ: જિલ્લાનાં વહીવટ મથક આહવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ ડીલીવરીનાં કેસ આવ્યા હતા. જેમાંથી બે કેસ અતિ ગંભીર હોવાથી તાત્કાલિક ઑપરેશન કરવાની ફરજ પડી હતી. જિલ્લાના પીપલપાડા ગામનાં 22 વર્ષીય એલીશાબેન સલમોન પવારનાં ગર્ભમાં બાળક સાથે રહેતો પ્લેસન્ટાનો ભાગ ફાટી જવાથી લોહી ઘણુ વહી રહ્યુ હતુ.
આહવા સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી - ડાંગ ન્યુઝ
ડાંગ જિલ્લાનાં વહીવટ મથક આહવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ ડિલીવરીનાં કેસ આવ્યા હતા. જેમાંથી બે કેસ ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા.
જેને ગંભીર હાલતમાં સિવિલમાં લઇ આવ્યા હતા. જેનુ લોહી A-નેગેટીવ હોવાથી અહીં મળવુ મુશ્કેલ હતુ. એમને બહાર રીફર કરવાનો પણ સમય ન હતો. બીજો કેસ મોટામાળુંગાની 23 વર્ષની મહિલા મંગલા મહેન્દ્ર વારડેની ગર્ભાશયની કોથળી ફાટી જવાથી બાળકની હાલત ખુબજ ગંભીર હતી.
આ બન્ને મહિલાઓનું રાત્રી દરમિયાન આહવા સિવિલ હોસ્પિટલમાં ડૉ.સાવન જોષી (ગાયનેક), ડૉ.જલપેન પટેલ (એનેસ્થેસિયા) અને તેમની ટીમ દ્વારા ઑપરેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં બન્ને આદિવાસી માતાઓ અને બાળકોને ડૉક્ટરોની અથાગ મહેનતથી બચાવી લેવામાં આવ્યા હતા. હાલ, બન્ને બાળકોની હાલત સ્થિર હોવાનાં પગલે બન્ને પરિવારોએ આહવા સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો.