ડાંગઃ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સેમિનારનું આયોજન કરાયુ હતુ.જેના વક્તા પિયુષભાઇ ધાનાણીએ વિઘાર્થીઓને ડર દુર કરવા અને આત્મવિશ્વાસ વધારવા સુચારૂ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સિવિલ હોસ્પિટલ,વલસાડના ર્ડા.પ્રશાંતભાઇ મહાકાળ અને સિવિલ હોસ્પિટલ,આહવાના ર્ડા.મનિષાબેન પંચાલે માનસિક સ્વાસ્થ્ય,ડિપ્રેશન અને આત્મહત્યા જેવા મુઘ્દાઓ પર અસરકારક વક્તવ્ય આપ્યું હતું.
આહવા ખાતે દીપદર્શન માધ્યમિક શાળામાં પરીક્ષા માર્ગદર્શન સેમીનાર યોજાયો - Dang news
ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ધોરણ-12માં અભ્યાસ કરતા તમામ વિઘાર્થીઓનો માનસિક દક્ષતા અને માનસિક સ્વાસ્થ્ય અંગેના સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
આહવા ખાતે દીપદર્શન માધ્યમિક શાળામાં પરીક્ષા માર્ગદર્શન સેમીનાર યોજાયો
જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા,પ્રયોશા પ્રતિષ્ઠાન પી.પી.સ્વામીજી,દીપદર્શન શાળાના આચાર્યા સિસ્ટર સુહાસિની,નટુભાઇ,તેજસ્વીની સંસ્કૃતિ ધામ-વાસુર્ણાના હેતલદીદી વૈદેહી સંસ્કૃતિધામના યશોદાબેન,જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એ.ડી.આઈ. સહિત મહાનુભાવો અને વિઘાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સેમિનારને સફળ બનાવ્યો હતો.