- વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો જંગ
- વડાપ્રધાનને ચૂંટણી સમયે આદિવાસીઓ યાદ આવે
- ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અને સભાઓએ જોર પકડ્યુ
ડાંગ : જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો જંગ છે. જ્યારે કોંગ્રેસ પક્ષ માટે પોતાનો અસ્તિત્વ જાળવવાનો જંગ એવુ કહી શકાય. આદિવાસી પંથક ગણાતા ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અને સભાઓએ જોર પકડ્યું છે.
ચૂંટણી જળ જંગલ અને જમીન બચાવવાનો જંગ છે
કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા માટેની મથામણમાં લાગી ગયુ છે. જેના માટે દિલ્હીથી આવેલા દક્ષિણ ગુજરાતનાં પ્રભારી વિશ્વરંજન મોહંતીએ આહવા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને મતદારો પાસે કઈ રીતે પહોંચીને રિઝવવા એનું કાર્યકરોને પ્રશિક્ષણ આપ્યુ હતુ. ભાજપ સાથે કઈ રીતે વધુ લીડ મેળવીને જીતી શકાય તેવી કાર્યકરોને હાકલ કરી હતી.આદિવાસી નેતા તરીકે જાણીતા વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલે આ ચૂંટણી જળ જંગલ અને જમીન બચાવવાનો જંગ છે, એવુ કહી આદિવાસીઓ સાથે ગદ્દારીનો બદલો આપીશુ અને સૂટકેશ વાળાઓને ઘરે બેસાડીશુ.