ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના શામગહાન ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત - dang district

ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગના શામગહાન નજીકના વળાંક પાસે આઈસર ચાલકે કાબૂ ગુમાવતા આઈસર ટેમ્પો રસ્તાની સાઈડમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

ડાંગના શામગહાન ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત
ડાંગના શામગહાન ગામ નજીક આઇસર ટેમ્પો પલટી મારી જતા ગંભીર અકસ્માત

By

Published : Jul 6, 2020, 7:48 PM IST

ડાંગ: હિંમતનગરથી ટાઇલ્સનો જથ્થો ભરી શિરડી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં શામગહાન નજીકના વળાંક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક દ્વારા ટેમ્પો પૂરપાટવેગે દોડાવી સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. અને ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવમાં ટાઇલ્સનો જથ્થામાં તૂટફૂટ થવાની સાથે આઈસર ટેમ્પાને પણ નુકસાન થયું હતું, જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details