ગુજરાત

gujarat

By

Published : Feb 19, 2021, 9:54 PM IST

ETV Bharat / state

ડાંગમા ચૂંટણી દરમિયાન મતદાન મથકના 200 મીટરના વિસ્તારમા કેટલાક કાર્યો પ્રતિબંધિત કરાયા

તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-2021 સંદર્ભે ડાંગમા ચૂંટણી દરમિયાન મતદાન મથકના 200 મીટરના વિસ્તારમા કેટલાક કાર્યો પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. આ અંગે ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ડાંગમા ચૂંટણી દરમિયાન મતદાન મથકના 200 મીટરના વિસ્તારમા કેટલાક કાર્યો પ્રતિબંધિત કરાયા
ડાંગમા ચૂંટણી દરમિયાન મતદાન મથકના 200 મીટરના વિસ્તારમા કેટલાક કાર્યો પ્રતિબંધિત કરાયા

  • ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જાહેરનામું
  • ચૂંટણી દરમિયાન 200 મીટરના કેટલાક કાર્યો ઉપર પ્રતિબંધ

ડાંગ: રાજય ચૂટણી આયોગે આદર્શ આચારસંહિતા સંબંઘે આપેલી સુચના અનુસાર શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ અમલ કરવાની આદર્શ આચાર સંહિતા મુજબ ચૂંટણી સમયે મતદાન મથકની આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા સુચનાઓ આ૫વામાં આવી છે.

ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી જળવાય તે માટે કેટલાક નિયંત્રણો મુકવા આવશ્યક જણાય છે. જે ઘ્યાને લેતા ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા દરેક મતદાન મથકોએ કોઇ ૫ણ રાજકીય ૫ક્ષ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકો કે અન્ય કોઇ વ્યકિતઓ માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પતિબંધ ફરમાવ્યો છે.

  1. મતદાન મથકની 200 મીટરની અંતર સુઘીમાં કોઇ ૫ણ મંડ૫ બાંઘવો નહીં અને એક જ મંડ૫ બાંઘી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડ૫ત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે, ૫રંતુ મંડ૫ની ફરતે કંતાન કે ૫છી ૫છેડી જેવી આડશ લગાવી શકાશે નહીં.
  2. આવા મંડ૫ બાંઘવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખિત મંજૂરી મેળવવી અને સંબંઘિત ચૂંટણી અઘિકારીઓને જાણ કરવી.
  3. મતદારોને જે સ્લી૫ આ૫વામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ પ્રતિક અથવા રાજકીય ૫ક્ષનું નામ લખેલું હોવુ જોઇએ નહીં.
  4. મતદાન કરીને આવેલા મતદારને મંડ૫માં ભેગા/એકત્ર કરી શકાશે નહીં.
  5. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઇએ તેની ઉપર કોઇ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહીં.
  6. મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઇ કૃત્ય કરવું નહીં.
  7. મતદાન મથકની 100 મીટરની હદમાં સેલ્યુલર ફોન, કોડલેન્સ ફોન, વાયરલેસ સેટ્સ લઇ પ્રવેશ કરી શકાશે નહીં.

આ હુકમ આ પ્રકારના કિસ્સાઓમાં લાગુ ૫ડશે નહીં

  1. સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, તેમને ઉ૫રી અઘિકારીઓએ આવુ કોઇ કાર્ય કરવા ફરમાવ્યું હોય, અથવા ફરજ હોય તો તે વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

આ હુકમ 6 ફેબ્રુઆરી 2021 થી 6 માર્ચ 2021ના 24.00 કલાક સુધી ડાંગ જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારા વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

ABOUT THE AUTHOR

...view details